________________
(૧૦)
છે, એટલું જ નહિં પણ જ્યાં ધર્મ એવા શબ્દ સંભળાય છે તે પણ આર્યક્ષેત્ર કહેવાય છે.
પ્રશ્ન ૩૬૬–આવશ્યક કેટલા પ્રકારનાં છે?
સમાધાન–અનુગદ્વાર-સૂત્રમાં આવશ્યક ત્રણ પ્રકારનાં કથા છે. ૧. લેકેત્તર આવશ્યક, ૨. લૌકિક આવશ્યક, અને ૩. મિથાવ આવશ્યક
૧ સામાયિક, પ્રતિક્રમણ કાર્યોત્સર્ગાદિ જે કરાય તે લોકોત્તર આવશ્યક કહેવાય.
૨ ભારત, રામાયણાદિક પ્રત્યે જ્યારે ઐતિહાસિક હતા ત્યારે તે લોકિક આવશ્યક.
૩ અને તે (ભારત રામાયણદિ) ગ્રન્થમાં કહેલા રામ વિગેરે ને અવતારી પુ તરીકેની માન્યતા તે મિથ્યાત્વ આવશ્યક.
પ્રશ્ન ૩૬૭–ભરત મહારાજાના રસેડામાં જમનારા શ્રાવકે કઈ શરતો પાળતા હતા ?
સમાધાન–૧ બનતાં સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૨ યદિ ન પાળે તે પિતાના પુત્ર-પુત્રીઓને સાધુ-સાધ્વીને સોંપવા. ૩ પિતાના બાલબાચાં દીક્ષા લે તે માટે મહેનત કરવી. ૪ દીક્ષા ન લે તે સમ્યકત્વ મૂલ બારતે પાળવાં. (ખાસ કરીને આ ચાર નિયમ હતા.) પ્રશ્ન ૩૬૮–સમ્યકત્વ પામતી વખતે જીવ કેટલી નિર્ભર કરે?
સમાધાન–સર્વવિરતિમાં રહેલ સાધુ જે નિર્ભર કરે તેના કરતાં અસંખ્યાત ગુણ નિજરો કરે.
પ્રશ્ન ૩૬૯–ગોશાલે તીર્થકરને માનતા હતા કે કેમ?