________________
(૧૨૮)
સમાધાન–વોચ્ચારણ કર્યા વગર કરાતું સાધુપણાનું અનુષ્ઠાન સાધુપણામાં ગણાય નહિં કેમકે શ્રી વીરભગવાન બે વર્ષ ઘરમાં રહ્યા તે દરમ્યાન શરીરશુશ્રષાને સર્વથા ત્યાગ કર્યો હતે. બ્રહ્મચર્યપાલન તે હેય જ-એમાં પુછવાનું શું ? આહાર પાણી પણ બેંતાલીસ દોષ રહિત લેતા હતા; આટલું છતાં તેમની ક્રિયા સાધુવેષ વગર સાધુપણામાં ગણાઈ નથી અને તેથી જ એમને મન:પર્યાવજ્ઞાન થયું નહિ; અને ગૃહસ્થાવાસ ૨૮ વર્ષને નહીં પણ ત્રીસ વર્ષને ગણે છે.
પ્રશ્ન ૩૫૮દ્રવ્ય- સાધુપણુ વગર જેઓને કેવલજ્ઞાન થયું હોય એવા ગૃહસ્થ વંદન કરવા લાયક છે કે નહિં ?
સમાધાન-ભાવનામાં આરૂઢ થવાથી ગૃહસ્થપણુમાં કેવલજ્ઞાન થયા છતાં જ્યાં સુધી તે દ્રવ્ય-સાધુપણું ન અંગીકાર કરે ત્યાં સુધી વંદના કરવા લાયક નહિં. શ્રી ભરત મહારાજને કેવલજ્ઞાન થયું પણ આવેલા સૌધર્મેન્દ્ર વિનંતિ કરીને એ જ કહ્યું કે-“આ વેષ અંગીકાર કરો, પછી હું વંદના કરૂ”
પ્રશ્ન ૩૫૯-કયા કયા દેવતાઓમાંથી ઍવીને વાસુદેવ થઈ શકે?
સમાધાન–અનુત્તરદેવલોક સિવાયના દેવલેકમાંથી ચવેલા વાસુદે થઈ શકે.
પ્રશ્ન ૩૬૦–અસ્પૃશ્ય-જાતિવાળા ભાવિક હેય તે ધર્મકાર્યમાં કેવી રીતે વર્તે ?
સમાધાન- ધર્મભાવિક હોય તે ધર્મના કાનુનને માન આપે એમાં નવાઈ શી? ઉપદેશ–તરંગિણીમાં લખે છે કે કઈક ભાવિક જનોને શ્રી સિદ્ધાચલજી જવા માટે સંધ નીકળ્યો પણ અસ્પૃશ્ય દોષના કારણે ડુંગરના પગથીએ પણ નથી ચઢ્યો, પણ ડુંગરને પ્રદક્ષિણા કરીને પાછો ફર્યો છે.