________________
(૧૨) પ્રશ્ન ૩૧૪-સાધુએ સાધર્મિ વાત્સલ્યમાં વહેરવા જવું કે નહિ? સંખઠી દોષ કયારે લાગે ?
સમાધાન–સાધુને સાધર્મિક વાત્સલ્યમાં વહેરવા જવું કલ્પ નહિ, કારણ કે શ્રીસેનપ્રશ્નમાં લખે છે કે-સાધર્મિકવાત્સલ્યમાં વહેરવા જવાથી સંખડી દેષ લાગે; તેમાં ખુલાસો પણ છે કે જ્યાં ૩૦-૪૦ માણસ જમતા હેય ને સાધર્મિકવાત્સલ્ય હોય કે જમણવાર હોય ત્યાં વહેરવા જવું સાધુને કલ્પે નહિં. તીર્થમાં સંપાદિમાં પણ અન્ય સ્થાને વહેરાય છે.
પ્રશ્ન ૩૧૫–આત્માના શુભ અને શુદ્ધ પરિણામમાં તફાવત છે ?
સમાધાન–આત્માના જે અધ્યવસાયથી પુણ્યબંધ થાય તે શુભ પરિણામ, અને જે અધ્યવસાયથી આત્મીયગુણોની વિશુદ્ધિ થાય, આત્મા નિર્મલ થતું જાય તે શુદ્ધ પરિણામ.
શુભ પરિણામ પુણ્યબંધ કરે છે ત્યારે શુદ્ધ પરિણામ ગુણોનો આવિર્ભાવ કરે છે. એટલે જ તફાવત છે; શુભ પરિણામે નિજરે થવાને નિયમ નહિ, પણ શુદ્ધ (શુભ) પરિણામે પુણ્યબંધ તે થાય જ.
પ્રશ્ન ૩૧૬–હિંસા, જુઠ્ઠ, અદત્ત, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આની નિન્દા કરેલ પાપનું સ્મરણ કરીને થાય કે નહિ ?
સમાધાન–શાસ્ત્રકારે કહે કે પહેલાં આચરેલ હિંસા, જુક, ચોરી અને પરિગ્રહ એ ચાર આશ્રના સ્મરણ કરીને પણ જરૂર નિન્દા કરવી કહી, પણ મિથુન (ચેથા આધવની)નું સ્મરણ કરીને નિન્દા કરવાની સાફ સાફ (સ્પષ્ટતયા) મનાઈ કરી છે. પહેલાંની રતિક્રિયા સ્મરણ કરીને જે મૈથુનની નિન્દા કરે તે સંયમથી ભ્રષ્ટ થાય, વિષયરૂપ વિષના સ્મરણ માત્રથી આત્માના જ્ઞાનાદિ પ્રાણેને તત્કાલ ના થાય છે. એથી તે શાસ્ત્રકારોને કહેવું પડે છે કે–ાજ તિવ્રુતિકર્તન”