________________
( ૭૮ )
સમાધાન અને કરાય.
વ્યક્તિ-પ્રસ ગાદિ લાલ-હાનિ જોઇ વિચારી કરવા લાયક હાય તેમ કરાય. એક કાહીનુર છે, અને ખીજી તરફ એક લાખ પાઇ છે. સ ંખ્યા વ્હાય જેટલી ન્હાની છે, પરંતુ હીરાના ભાગે લાખ પાઈનું રક્ષણ ન કરાય. પણ રક્ષણ એક હીરાનુ જ કરાય. તેવી રીતે એક સ્ત્રી અબ્રહ્મની યાચના કરે તે મારી ઇચ્છા નહી પૂરી કરશે તે હું જીભ કરડીને મરી જઇશ એમ કહે છતાં ત્યાં તેની વિષય—ઇચ્છાના ભાગે નવ લાખ આદિ જીવેાને બચાવાય પણ તે સ્ત્રીની ઇચ્છાને આધીન થઈ શકાય જ નહિ.
પ્રશ્ન ૨૧૫—નવદીક્ષિત સાધુ સંસારી કાર્યવાહીતર નજર કરે, ધ્યાન આપે, તે શી સ્થિતિ થાય ? અને તે સંબ ંધમાં શાસ્ત્રસ ંમત દૃષ્ટાંત આપશે.
સમાધાન—જ્ઞાતાસૂત્રમાં જિનરક્ષિત, તે જિનપાલિત, બન્ને ભાનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. બન્ને ભાઇ ક્વા નીકળ્યા. જંગલમાં આવી પહોંચ્યા અને ભૂલા પડ્યા. એક દેવી મળી અને હાવભાવથી ભાળવી એયને આવાસમાં લઇ ગઇ. ત્યાં તેમની સાથે વિષયક્રીડા કરે છે. ત્રણ દિશામાં રહેલા ત્રણુ બગીચામાં ફરવાની દેવીએ તે બન્નેને છુટ આપી છે, ચેાથી દિશામાં જવાની મનાઈ કરી છે. બલ્કે આગળ વધીને તે દેવીએ કહ્યું છે કે જો એ દિશામાં જા તા મારી નાંખીશ.’ એવી ધમકી આપી છે. કેટલાક વખત પછી તેએ મનાઇ કરેલા માગે ગયા, ત્યાં મનુષ્યેાનાં શબ ( મડદાં ) જોયાં, ભય લાગ્યા, આગળ જતાં પુણ્યાદયે બચાવનાર યક્ષ મળ્યા, તેણે દેવીનું ધાતકી સ્વરૂપે કહ્યું, એ ભાઈ એ બચવા માટે વિનંતી કરી, તે યક્ષ એમને પીઠ પર બેસાડી લઈ જાય છે. સૂચના આપી છે કે દેવી આવશે, પણ તેના સામું જોશે નહિ, જોશેો તે ત્રિશૂલથી મારી નાખશે. દેવી આવે છે, ભેદનીતિથી ( કાલાવાલા, રૂદન વિગેરેથી ) કરગરે છે, જિનરક્ષિત દૃઢ રહે છે, જિનપાલિત મોહ પામી પાછું જુએ છે, જિનપાલિતનું મૃત્યુ