________________
પૂ. ગુરૂદેવશ્રીને વંદવા કરી જ્ઞાનપૂજા કરી મંગળ વાસક્ષેપ નંખાવી શ્રીફળ હાથમા રાપી નદી સમવસરણમાં રહેલ ચતુર્મુખ-જિનબિંબને સાક્ષાત્ અરિહંતતુલ્ય સમજી શ્રી નવકાર મહામંત્ર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા આપી.
પછી ગુરૂદેવના જમણે હાથે ઈશાન ખૂણુ સમક્ષ મુખ રાખવાપૂર્વક ચરિત્રગ્રહણ કરવાના અપૂર્વ ઉત્સાહ સાથે ગુરૂદેવના સ્વમુખથી મંગળકિયાને પ્રારંભ કર્યો.
ગ્ય મુહુર્ત એ માંત્રિક-વિધિ સાથે વાસક્ષેપના અભિમંત્રણપૂર્વક જ્યારે મળે, ત્યારે ઝવેરચંદક્ષાઈ જાણે ત્રણ લેકનું રાજ્ય મળ્યું તેટલા ઉમંગથી હરખભેર પૂબ નાચ્યા, અને પ્રભુ-શાસનના સંયમને મેળવી જીવનને ધન્ય બનાવ્યું.
બાકીની વિધિ થયા પછી શુભ લગ્ન-નવમાંશમાં મુનિશ્રી ઝવેરસાગરજી નામકરણ થયું.
સકળ શ્રીસંઘે પણ જિનશાસનના પ્રબળ જયઘોષપૂર્વક નૂતન મુનિશ્રીને અભિમંત્રિત વાસક્ષેપવાળા ચોખાથી ભાવપૂર્વક વધાવ્યા.
પૂ. ગુરૂદેવે મંગળકારી હિતશિક્ષા દરમાવી કેજવાને પણ દુર્લભ માનવ-જીવનના ચાર રૂએ સાવદ્ય ગના સર્વથા ત્યાગ રૂસર્વવિરતિની પ્રાપ્તિ કરી છે.