________________
રહેલ, આ ભવ્ય વરઘોડે અમદાવાદી ધાર્મિક પ્રજાએ ઘણા વર્ષો પછી પ્રથમ નિહાળે.
નગરશેઠના ઘરેથી આ વષીદાન વરઘોડો નિકલે, આખા શહેરમાં ફરી ઝવેરીવાડ શ્રી સંભવનાથ–પ્રભુના જિનાલયે ઉતર્યો, દીક્ષાથી ઝવેરચંદ ભાઈ પૂ. ગુરૂદેવ પાસે રાત્રિવાસ રહ્યા.
આવતી કાલે પૂ. ગુરૂદેવશ્રીના ચરણેમાં આત્મ સમર્પણ કરવારૂપની મહાભગીરથ ભાગવતી દીક્ષા લેવાની પૂર્વ ભૂમિકા રૂપે ગુરૂદેવના ચરણમાં માનસિક પૂર્વ તૈયારી અંગે ભેગવિલાસના મેહક વાતાવરણમાંથી અળગા થઈ પ્રતિક્રમણ આદિ કરી સંથારે સૂઈ ગયા.
મૌન એકાદશીના મંગળ પ્રભાતે રાઈ પ્રતિક્રમણ કરી પૂ. ગુરૂદેવશ્રીના ચરણેમાં આત્મનિવેદન કરવાપૂર્વક દીક્ષાગ્રહણ માટેની પૂર્વ તૈયારી રૂપે જયપૂર્વક સ્નાન કરી શ્રીસંભવનાથ પ્રભુની ભાવલાસ ભરી અષ્ટપ્રકારી પૂજા કરી, સ્નાત્ર ભણાવી, શાંતિકળશ કરી, મંગળવસ્ત્રો પહેરી દીક્ષા માટે ભવ્ય સજાવટ પૂર્વક ઊભા કરાયેલ મંડપમાં મંગળ વાજિંત્રના સદા સાથે શુભ શુકનની પ્રેરણા મેળવી સધવા-સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળગીત સાથે ઝવેરચંદભાઈ મંગભેર આવ્યા.