________________
જ્ઞાતા હતા. તથા શાસન-પ્રભાવનામાં અને વાદકલામાં કેવા પ્રવીણ હતા? તેની સ્પષ્ટ માહિતી ઇતિહાસના અંધારપટ ઉકેલી વ્યવસ્થિત રજુ કરે છે. કે જેની માહિતી આજ સુધી સ્પષ્ટ સાધના અભાવે કેઈને ન હતી.
વિષમકાળમાં પણ ઝબકારા મારતા પુણ્યને આધારે છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં મળી આવેલ કેટલાક મહત્વના પ્રાચીન પત્રો-પુસ્તકે દસ્તાવેજી લખાણે આદિના આધારે પૂ, શ્રી ઝવેરસાગરજીમ. શ્રીનું આ જીવનચરિત્ર ઈતિહાસની નવી કેડીએ કંડારતું અમારા આજ સુધીનાં પ્રકાશમાં આગવી ભાત પાડતું શેભે છે.
આ ગ્રંથરત્નનું આલેખન સ્વતંત્ર નથી થયું, પણ પૂ. આગમ દ્વારકશ્રીની સર્વતમુખી પ્રતિભા-શક્તિનું દર્શન કરાવનાર શિલિમાં અનેકાનેક પ્રાચીન સામગ્રીને આધારે લખાઈ રહેલ–“શ્રી આગમ-જ્યોતિર્ધર”એ નામથી પૂ. આ. શ્રી આગમેદ્વારકશ્રીના જીવન-ચરિત્ર રૂપ મહાગ્રંથન બીજા ભાગના આલેખનના છેડા ભાગને રૂપાંતરિત કરી પ્રસ્તુત ગ્રંથનું કલેવર ઘડાયું છે.
આના પ્રકાશન કાર્યમાં તન-મનથી અવિરત સેવાભાવે કામ કરનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧ નગરશેઠ માર્કેટ રતનપેળ–અમદાવાદ) તથા શ્રી રતીલાલ ચી. દોશી (પ્રધાનાધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જન પાઠશાલા-અમદાવાદ)