________________
॥ श्री वर्धमान स्वामिने नमः ।।
પ્રકાશકના બે બેલ
પરમ-પુનિત સુગૃહીત-નામધેય પૂ. આગમ દ્વારકશ્રીના પુનિત નામથી સંકળાયેલ અમારી આ લધુસંસ્થાએ પૂ. આગમોદ્ધારકશ્રીના સાહિત્યને વ્યવસ્થિત સંકલિત કરી પ્રકાશિત કરવાનું પુણ્યકાર્ય પૂ. ગચ્છાધિપતિ, શાસ્ત્રદંપર્ય–બેધક વાત્સલ્યસિંધુ સ્વ. પૂ. આ. શ્રી માણિકય-સાગરસૂરીશ્વર ભગવંતની અસમ અનુગ્રહભરી કરૂણા અને તેઓની અમીદષ્ટિથી પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પૂ. ગણિશ્રી ચંદનસાગરજી મ. પૂ. પં. શ્રી લાભસાગરજી મ. આદિ પૂજ્યવર્યોના સપ્રયત્નથી આજ સુધીમાં વિવિધ રીતે કરવાને પુણ્ય લાભ ઉઠાવ્યું છે.
પ્રાસંગિક પૂજ્યશ્રીઓની પ્રેરણ–બળે શ્રી નવકાર મહામંત્ર આદિ અંગેના સાહિત્યનું પણ પ્રકાશન કર્યું છે
પણ આજ સુધીના બધા પ્રકાશનેને ટપી જાય તેવું આ પ્રસ્તુત પ્રકાશન અમને ખૂબ ઉલાસ ઉપજાવે છે, કેમકે--
પ્રસ્તુત પ્રકાશન પૂ. આગદ્ધારકશ્રી જેવા બહુશ્રત સૂરિવર શ્રી–આગમસાર્વભોમ મહાપુરૂષના ગુરૂપદે બિરાજેલા પૂ. શ્રી ઝવેરસાગરજી પણ કેવા અજોડ વિદ્વાન અને આગમન.