________________
ચોમાસું પૂરું થયા પછી રતલામની આજુબાજુના ક્ષેત્રમાં વિચરી જિનશાસનની તાત્વિક ઓળખાણ સંવેગી સાધુઓના વિહારના અભાવે ન મળવાથી મુગ્ધ-જનતામાં શ્રી વીતરાગ-ભક્તિ, પ્રભુ પૂજા, વ્રત નિયમ, પચ્ચકખાણ આદિ ધાર્મિક–પરંપરાઓ દૈનિક આચરણમાં વિસરાઈ ગયેલી તે બધી તાજી કરી, અનેક જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવવા સાથે લેકેની ધાર્મિક-ભાવનાને પણ જીર્ણોદ્ધાર કર્યો.
શ્રી સંઘના આગ્રહથી ફરીથી વિ. સં. ૧૩૦નું ચોમાસું પણ રતલામમાં કર્યું, લેકમાં સ્થાનક્વાસીઓ અને ત્રિસ્તુતિક મતવાળાઓના ચાલુ ઊહાપોહના કારણે ડગમગતી શ્રદ્ધાને સ્થિર કરવા ભગીરથ પ્રયત્ન કર્યો, ચોમાસા દરમ્યાન ઘણું ધર્મકાર્યો થયાં, લાકમાં ધર્મભાવના ખૂબ વધી, અનેક વિપક્ષીઓએ પણ સત્યતત્વની સમજુતી મેળવી આચારશુદ્ધિનું તવ વિકસાવ્યું.
માસા પછી જાવરા, મહીદપુર, ખાચરેદ વિહુતિક મતવાળા તરફથી વાગડંબર રૂપ ચર્ચાના પગરણ થયા, તેના પરિણામે પૂશ્રીએ ધીરતાપૂર્વક મંડનાત્મક શિલિથી ઘણું ભવ્ય જીને માર્ગ બનાવ્યા. મહીદપુરમાં ભવ્ય અષ્ટાક્ષિકા મહોત્સવની ઉજવણ પણ થઈ, આસપાસના ગામમાં પૂજ્યશ્રીએ વિહાર કરી અજ્ઞાનદશાથી પાંગરેલી અને શિથિલાચારી યતિઓના વિચારના નામે આચાર-ઘર કરી ગયેલ સ્થાનકવાસી વગેરેના