________________
સહાયક તરીકે આવશ્યક ક્રિયાઓમાં તેમનું સ્મરણ વ્યાજબી છે” એ વાત ઢગલાબંધ શાસ્ત્રના પ્રમાણેથી તેમજ વ્યવહારુ દષ્ટાંત અને બુદ્ધિગમ્ય તર્કથી રજુ કરી.
શ્રોતાઓએ તે સાંભળીને દંગ થઈ ગયા કે – “હકીકતમાં સાચું શું ?” ગઈ કાલે આ. શ્રી રાજેંદ્રસૂરિએ શાસ્ત્રીયપાઠો પૂર્વક આવશ્યક – ક્ષિાઓમાં કરાતી સમ્યગ દષ્ટિદેવની આરાધના અ-શાસ્ત્રીય છે” એમ સાબિત કરેલ. આજે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શાસ્ત્રીય પાઠો, વ્યવહારૂ દાખલા અને દલીલથી શાસનની ચાલી આવતી પરંપરાને યથાર્થ – સચોટ સાબિત કરી !
તટસ્થ સમજુ અને વિવેકી મહાનુભાવેએ સત્ય તારવી લીધું, ચર્ચા–વિતંડાવાદના પગરણ કેટલાકએ કર્યા. બંને પક્ષ તરફથી જાતજાતની વાતે વહેતી થઈ, પણ સમજી વિચારક આત્માઓએ હકીકતને પારખી લઈ અજ્ઞાન–જન્ય વાદવિવાદ શાસ્ત્રાર્થ આદિની ઘટમાલથી અલિપ્ત રહેવા પ્રયત્ન કર્યો.
આખા ચોમાસાર્મા સ્થાનકવાસી અને ત્રિસ્તુતિકમતવાળા તરફથી અનેક સમ-વિષમ, કડવા—મીઠા પ્રસંગે અને ચર્ચા– વાદ વગેરેની ઘટનાઓથી વાતાવરણ ડોળાતું રહ્યું. પૂજ્યશ્રીએ સૈદ્ધાતિક બાબતને આગળ કરવા સિવાય જે તે ક્ષુદ્ર બાબતને બહુ મહત્વ જ ન આપ્યું.