________________
આગમધરસૂરિ
ક્ષણિક છે. નાશવંત છે. કર્મોને બંધાવનારું છે. હું મારા -અખંડ આત્માની સાધના કાજે દીક્ષા જ લઈશ. તું નબળી ન થા. તારે તે મને દીક્ષા માટે તૈયાર કરે જઈએ. એના બદલે તું જ ના કહે તે કેમ ચાલે?
આ સંસારમાં કાણું કેવું છે? માયાના બંધનેને હું ચીરી નાંખીશ. માતા ! તું માણેકની ચિંતા ન કર, માણેક જે સાચું માણેક હશે તે દિક્ષા લેશે. હું આ ઉંમરે પરલેકે સીધાવી જાઉં તે તું અને માણેક શું કરે? એના કરતાં દીક્ષામાં હઈશ તે જીવતે તે ગણાઈશ ને ?
હેમચંદ્રના મિત્રોએ અને પત્નીએ પણ વાસનાનું પંખી બનાવવા ઘણાં પ્રયત્ન કર્યો પણ એ બધા પ્રયત્ન નાકામીયાબ નિવડ્યા. સસરા અને સાસુ તરફથી અનેક પ્રલેભન અને ધમકી મળવા છતાં હેમચંદ્ર પિતાના નિશ્ચયથી એક તસુ પણ પાછા ફર્યા નહિ.
હે ભગવન! પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને તમારા પ્રત્યે રહેલી જે નેહરૂપી રજજુ-દોરડું તેને કાપવાને માટે તે વખતે તેમને તમે બીજે ગામ જવાની આજ્ઞા કરી અને તે રજજુ કપાતાં તેમને કેવલ આપ્યું. અર્થાત કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.