________________
આગમધરસૂરિ
૨e
મહાત્મા નિતિવિજયજી મહારાજે મણીલાલને દીક્ષા આપી. એ મણીલાલ મટી પૂ૦ મણિવિજયજી મહારાજ બન્યા. રાગી મટી ત્યાગી બન્યા.
દીક્ષાની પ્રતિજ્ઞા
ઘેઘૂરવડલા સમા વડીલબંધુ તે માયાના બંધને ફગાવી જતા રહ્યા અને હું ન જઈ શક્યો આ વાત હેમચંદ્રના હૈયાને પીંખી રહી હતી. એ ભવિતવ્યતા ! તું શું ધારે છે ? હેમચંદ્ર હાંફળે હાંફળો બરાડી ઉઠ્યો. હું સંયમ લેવાને જ છું, લેવાને જ છું.
રાજનગરથી પવિત્રધામ ભોયણી તીર્થે. દાદીમા સાથે હેમચંદ્રને યાત્રાએ જવાનું થયું. ત્યાં તેણે કુમારસંયમી શ્રી મલ્લીનાથ ભગવંત પાસે પ્રતિજ્ઞા કરી. “હે ભગવંત! હું દીક્ષા લઈશ, દીક્ષા વિના નહિ જંપું, કોઈ પણ ભોગે હું એ પંથે જવાની જ મને તું શક્તિ આપ, ભતે ! ત્યાગના પથે દેરી જા, માયાના બંધનો ફગાવવામાં સહાય કર, મારા વિન્નો હરી લે. ભગવંત ! ભગવંત ! તારી દીક્ષા વિના હું જીવવા નથી માગત, ભગવંત ! ભગવંત !
હે ભગવન ! આશ્ચર્યની વાત એ છે કે-જે નવનિધિના માલિક એવા ચક્રવર્તિ વડે જે દાન ન કરી શકાય તેવું ઈચ્છા મુજબનું વાર્ષિકદાન તમે કરે છે.