________________
૨૪
આગમધરસૂરિ
આવી અપૂર્વ ભાવનામય વાત કરતી આ બાંધવ જેડી અમદાવાદની ભૂમિ ઉપર આવી પહોંચી.
શ્રીગુરૂ-ચરણે તપગચછ–ગગનદિનમણિ શ્રી બુદ્ધિવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન અપૂર્વ સંયમધર મહામુનિ શ્રી નીતિવિજયજી મહારાજ અમદાવાદની ભૂમિને પાવન કરી રહ્યા હતા. એમના ચરણ-કમળના વંદને આ બાંધવ જેડી ગઈ. ગુરૂચરણે બંને બાંધવોએ રવરિતક કર્યા અને ઉપર એક શ્રીફળ મૂક્યું.
મહાત્મા શ્રી નીતિવિજયજી મહારાજને ખ્યાલ આવી ગયે કે આ પુણ્યાત્માઓ સંયમ લેવા આવ્યા લાગે છે. પણ શ્રીફળ બેની વચ્ચે એક જ મૂક્યું છે. એટલે હાલમાં એકને સંયમ મળશે. બીજાને ગ્રહણ કરવામાં વાર લાગશે. એને મુશ્કેલીઓ પણ નડશે. આ આગાહી મુનીશ્વરે મનમાં જ શમાવી હતી,
ગુરૂદેવે પૂછયું–ભાગ્યવાને? કયા શુભ ઈરાદે તમે અહીં આવ્યા છો?
હે ભગવન! તમે નિશ્ચયપૂર્વક કહે છે કે આસ્ત્રો ધા–મન વચન કાયાથી, ત્રિધા–કરવું કરાવવું અને અનુમેદવું એમ ત્રણ પ્રકારથી હેય છે, અને સંવર ગ્રાહ્ય છે. સંક્ષેપથી શુદ્ધિથી અને અપર-બીજે વિસ્તાર છે.