________________
આગમધરસૂરિ
૨૧
પણ ત્યાગના પંથે પ્રયાણ જ ઈચ્છી રહ્યો છે. મનમાં વિચારો ચાલ્યા. શું કરવું ? બને પુત્રોને ત્યાગના પથે જવા દેવા ?
મેહધેલું મન સળવળી ઉઠયું. એ ધીમે અવાજે બોલ્યું–બંને પુત્રરત્નને બાવા કરવા છે? મૂરખ ! ચેત આવા રાજવંશી જેવા સુપુત્ર કેકને મળે છે, અરે કેટલાય આવા પુત્ર માટે હજારો માનતા રાખે છે. આવા સપૂતે તને મળ્યા છે, અને તું એમને સાધુઓની જમાતમાં સંપે છે ? તું તે અભાગીયે છે અભાગી.
પરંતુ અંતરાત્માએ મધુરા અવાજે કહ્યું એ પુણ્યાત્મા મગનલાલ ! તું જગતમાં ભાગ્યશાળી છે. તારે ત્યાં જન્મેલા આ બે પુત્રો તારા કુળને દીપાવશે, શાસન ચેત પ્રગટાવશે, તું મહાધીન ન બનતે, આત્મતને પ્રગટાવનારા પુત્રરત્નને તે પિતા છે, એમને ત્યાગમાર્ગમાં જવા સહાય કર, તું ધન્ય બની જઈશ. તારા પુત્રો ગુણગણના સ્વામી બનશે.
હેમચંદ્રના પિતાજીએ અનેક ગડમથલના અંતે નિર્ણય કર્યો, ભલે બંને પુત્ર સંયમમાર્ગે જાય. પુત્ર ભવભવ મળશે ભુંડ અને શ્વાનના ભાવમાં ઘણા પુત્રો હોય
હે ભગવન્! જેમ કાંટાવડે કાંટાને ઉદ્ધાર-દૂર કરાય છે. તેમ તમે વેદના જાણનારા બ્રાહ્મણની અંતર્ગત શંકાઓ-જે કઈ પણ જાણતું નહતું તેમની તે વેદના વચનથી જ બધી શંકાઓ દૂર કરી.