________________
આગમધરસૂરિ
વધુ કઠણ છે. એ સીધા ચઢાણ ઉપર ચઢવાનું તારું કામ નથી. તું તો સંસારમાં કુલદીપક તરીકે શોભે તે છે. દિક્ષા–બીક્ષાનું આપણું કામ નહિ. જા લહેર કર. આનંદમાં રહે.
હેમુની હાર આ પછી માતાએ તે લગ્નની તાકીદ કરી. જોષી ભૂદેવોને બેલાવ્યા. ટીપણે જોવરાવ્યા, મંગળ દિવસે નક્કી કર્યા. કંકુ છાંટી કંકોતરીઓ રવાના કરવામાં આવી. આસોપાલવના તોરણીયા બંધાવ્યા. ધવલ મંડપ બાંધ્યા. વિજયરથંભ રોપે, જાન જોડી જાનૈયા આવ્યા. વરરાજા હેમુને લાવ્યા. ધવલમંગલ ગીતે કોયલ કંઠે ગવાયા. સૌ માંડવે આવ્યા. બાર વર્ષના બાલુડા હેમુને ચેરીમાં બેસાડવામાં આવ્યું. હવનકુંડમાં પુરોહિતે અગ્નિ ભર્યો. સપ્તપદીના મંત્રોચ્ચારનો વિધિ ચાલુ થયે. વર-વધુને હસ્તમેલાપ કરાવે, અગ્નિની ચાર પ્રદક્ષિણા ફેરવી હેમુને લગ્નબંધનથી બાંધી દેવામાં આવ્યું.
હે અનંત અવબોધ-જ્ઞાનને ધારણ કરનારા જિનેશ્વર ભગવાન ! જે તમે સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મરૂપી તે વ્યાધિના વૈદ્ય છે, તે માટે આશ્રિત-અર્થાત મારામાં રહેલ કર્મરૂપી તે વ્યાધિને નાસ–દૂર કરવામાં ચિકિત્સા-ઔષધ કેમ કરૌં નથી ! અર્થાત મારા કર્મ રૂપી વ્યાધિને દૂર કરે.