________________
આગમધરસૂરિ
૧૧ આ માટે આગ્રહ કર્યો. આગ્રહમાંથી હઠાગ્રહ છે. કોઈ પણ હિસાબે હેમુના લગ્ન જલદી થવા જોઈએ.” આ ઈચ્છાએ એમનું પૌરૂષ વધુ ચગાવ્યું, એમણે ગમે તેમ કરી શ્રેષ્ઠી મગનભાઈને વાત સ્વીકારવાની ફરજ પાડી.
ઉભયકુલની શુદ્ધિ જોઈ એક ભાગ્યવતી અને ગુણવતી કન્યા સાથે સગપણ કરવામાં આવ્યું. રૂપિયો અને શ્રીફળ લેવાયા, ગોળધાણું વહેંચાયા, કંસાર જમાડી સૌના મન અને મુખ મીઠાં બનાવ્યા.
મને મંથન જેને માટે આ બધું થયું તે હેમચંદ્ર તો કાઈ ઊંડા વિચારમાં ગરકાવ બન્ય, આટલી નાની વયમાં માયાના સુંવાળા બંધનથી મને કેમ બનાવવામાં આવે છે ? શું સંસારમાં જન્મેલાએ લગ્ન કરવા જ જોઈએ? શું એ જીવનની અનિવાર્ય ફરજ છે? લગ્ન વિના સુખ નથી? આ ગુલામીથી લાભ શો! ના મારે આ મમતાનું બંધન ના જોઈએ. હું તે ગગનના મુક્તવિહારી પંખી જેવો રહીશ. હું વાયુ જેવો અપ્રતિબંધી રહીશ, હું મારી સ્વતંત્રતાને ભરખી દેવા નથી માગતો.
હે જિનેશ્વરમાં કસમાન ! મહાપુરૂષો જ મહાન પુરૂષોની ગતિને જાણે, બુદ્ધિમાનામાં શ્રેષ્ઠ એવા બીજા મનુષ્યો જાણે નહિ. આ વિચારથી જ ન હોય તેમ હું ચારિત્રની ચિંતાને ધારણ કરવામાં યત્ન કરું છું. અર્થાત જ્ઞાન ચારિત્રની મહત્તા માટે જ હોવું જોઈએ