________________
૮૩.
દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની જેમ યાદ કર્યા કરશે. તેઓની અપૂર્વ જ્ઞાનભક્તિની શાખ તેઓએ ઉભા કરેલા આગમમંદિરો ચિરકાલ પર્યંત આપ્યા કરશે. સૂરિજી તે દીર્ઘ આયુષ્ય, લાંબે દીક્ષા પર્યાય. અને સતત આગમ–સેવા કરીને આગમના સાચા અધિકારી બનીને ચાલ્યા ગયા, પણ આપણે તેથી જ્ઞાનના ક્ષેત્રમાં વધુ દરિદ્ર બન્યા, સમાજના આ જ્ઞાનદારિઘને દૂર કરવાનો પ્રયત્ન એજ સ્વ. સૂરિજીને અંજલી આપવાને સાચે માર્ગ છે. ત્યાર પછી અંતમાં પ્રમુખશ્રીએ સુરિજી મહારાજે અંતરીક્ષ-તીર્થ અંગે બજાવેલ મહાન સેવાનેઉ લેખ કરીને સરિજી મહારાજને ભાવપૂર્વક વંદના કરી હતી. અને ત્યારપછી બે મીનીટના મૌન બાદ ત્રણ નવકારનું સ્મરણ કરી “સામાન્ચે'ના શ્લેકનું શ્રવણ કરી સભાની પૂર્ણાહુતિ કરવામાં આવી.
જાહેર વિજ્ઞપ્તિ આથી સર્વે જૈન ભાઈ ને ખબર આપવામાં આવે છે કે પરમપૂજ્ય આગમહારક આચાર્ય મહારાજશ્રી શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા તે નિમિત્તે શેક દર્શાવવા અમદાવાદના જેની જાહેરસભા તા. ૧૪-૫-૫૦ રવીવાર સવારના નવ વાગે શેઠ માણેકલાલ મનસુખભાઈના પ્રમુખપણું નીચે નગરશેઠના વડે રાખવામાં આવી છે અને આ સંબંધને અહેવાલ ઉપર આવે છે.
લી... સંઘના સેવકે :શેઠ કસ્તુરભાઈ લાલભાઈ શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ વિમળભાઈ મયાભાઈ, શેઠ સાહેબસીંગ ચીમનભાઈ શેઠ નરોત્તમભાઈ પરસેતમદાસ, શેઠ બકુભાઈ મણીલાલ શેઠ કાન્તીલાલ ભોગીલાલ નાણાવટી, શેઠ સારાભાઈ હઠીસીંગ શેઠ નરેશચંદ્ર મનસુખરામ, શેઠ મોહનલાલ, સાકેરચંદ શેઠ ચંદુલાલ ચુનીલાલ,
શેઠ જીવણલાલ છેટાલાલ ઝવેરી