________________
આગમધરસૂરિ વિગેરે બાહ્ય અને આન્તર વિભૂતિથી વધતો જાય છે. ધીરતા અને વિરતા આ બે ગુણે તે હેમચંદ્રના પ્રિયમિત્રો હતા. સાચા સંગાથી હતા, અને ઉન્નતિકારક હતા.
માત–તાતના નેહભર્યા લાલનપાલનથી પાંચ વર્ષને કાળ હેમચંદ્રને પસાર થયે એ તે આટલી નાની ઉંમરમાં આખી શેરીને અને જૈનકુળને લાડકવાયે બની ગયે, માત-તાતે મંગળ દિવસ જોઈ જ્ઞાનાભ્યાસ માટે તેને શાળામાં મૂ, જે દિવસે પુણ્યવંત હેમચંદ્ર શાળામાં પગ મૂક્યો એ દિવસે અધ્યાપકેને આનંદિત કરવામાં આવ્યા. વિદ્યાથી. એના મુખ મીઠા કરવામાં આવ્યા.
હેમચંદ્રમાં બુદ્ધિ અપૂર્વ હતી. જ્ઞાન મેળવવાની અભીપ્સા હતી. ચપળતા તરવરતી હતી. નિડરતા અદભૂત હતી. કરૂણું અને વાત્સલ્ય ઉભરાતા હતા. કોમળતા અને કઠોરતા પણ પ્રમાણ પૂર્વકની હતી. સત્વ ગજબનું હતું. ભય તે આની પાસે આવતા ભય પામતું.
દિવસે દિવસે એનું જ્ઞાન વધતું ચાલ્યું, આના અભ્યાસને જોઈ શિક્ષક પણ વિચારમાં પડી જતા, તે આ બાળકની પાસે બીજા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા. ,
હે પ્રભો ! સમસ્ત નારકજીવોના પાપે તમે ક્ષણવાર માટે નાશ કરે છે, જે તેમ ન હોય તે જન્મસમયે તેઓ સુખ કેમ પામે ?