________________
કરનારા બીજાની અનુમોદના ન કરે. વળી તેઓ તેવા પ્રકારના સંપૂર્ણ જ્ઞાનાદિવાળા છે. આથી તેઓ માહામાલુણ છે. તે જણાવનાર આ દશ્ય છે. (૩વા ૬૦ ૪૦). મહાનિર્યામક -
આગમ-પુરુષની ડાબી બાજુએ દીવાલ ઉપર આલેખેલું પહેલું આ મહાનિર્યામકનું તૈલચિત્ર છે. તેમાં અરિહંત મહારાજને “મહાનિયામકની ઉપમા આપવામાં આવી છે. જેમ કાલિકા જેવા પ્રતિકૂલ વાયરાથી રહિત અને ગર્લભ જેવા અનુકૂલ વાયરાના યોગે રસ્તાને જાણકાર ને હોશિયાર નિર્ધામક (વહાણવટી) સમુદ્રમાંથી છિદ્ર વગરના વહાણ (નાવ) વડે મુસાફરને ઈચ્છિત નગરે પહોંચાડે છે. તેમ મિથ્યાત્વરૂપ કાલિકા વાયરાથી સંસારરૂપી સમુદ્રમાં બૂડતાને અત્યંત અનુકૂળ સમ્યક્ત્વરૂપી ગર્લભ વાયરાના યોગે મોક્ષરૂપી નગરના અમૂઢ જ્ઞાનવાળા (યથાવસ્થિત-જ્ઞાનવાળા) અરિહંત મહારાજ ભવ્યજીવરૂપી મુસાફરને વિરતિરૂપ નાવ વડે સંસાર-સમુદ્રમાંથી પાર ઉતારી સિદ્ધિરૂપ મહાનગરે પહોંચાડે છે. આથી અરિહંત મહારાજ મહાનિર્ધામક કહેવાય છે. તે દેખાડનાર આ દશ્ય છે. (ભાવ. નિ. ૧૪, ૧૧).
મહાસાર્થવાહ -
આગમ-પુરુષની ડાબી બાજુએ દીવાલ ઉપર આલેખેલું બીજું આ તૈલચિત્ર મહાસાર્થવાહનું છે. તેમાં અરિહંત મહારાજને મહાસાર્થવાહ'ની ઉપમા આપવામાં આવી છે. જેમ સાર્થવાહ ઉદઘોષણા કરાવે છે કે-જેને ઇચ્છિત નગરે જવું હોય તે મારા સાર્થમાં આવો મારે સાથે સીધો કે વકે એ બંને પ્રકારના માર્ગવાળી અટવીમાં વાઘ, સિંહ વિગેરેના પંજામાં તમને ફસાવા નહિ દે, મુંઝાવનારા વૃક્ષની છાયામાં મુંઝાવવા નહિ દે, નિર્દોષ સ્થાનમાં તમને રાખશે, માર્ગમાં સુજારાજસાજણે જલજી હુ જાવ? તમારા મનને લલચા