________________
મહામાયણ વિગેરે શબ્દોથી સંબેધવામાં આવ્યા છે. તે ઉપમાઓને અહીં તૈલચિત્રથી ચીતરી મૂર્ત સ્વરૂપ અપાયું છે. મહાગોપઃ
આગમપુરુષની જમણી બાજુની દીવાલ ઉપર આલેખેલું પહેલું તૈલચિત્ર મહાગોપનું છે. તેમાં અરિહંત મહારાજને સાર્થક એવા મહાગોપથી સંબોધવામાં આવ્યા છે. જેમ ગોવાળિયે સર્ષ અને જંગલી પ્રાણીઓથી ગાય વિગેરેનું જંગલમાં રક્ષણ કરે છે. ઘણું પાણી અને ઘણું ઘાસવાળા વનેએ લઈ જાય છે. તેમ સંસારરૂપી અરણ્યમાં મિથ્યાત્વ અને અજ્ઞાનથી મુંઝવનારા માર્ગમાં પૃથ્વીકાય વિગેરે છ કાયના અથત ચારે ગતિના છ જન્મ, જરા, મરણથી નાશ પામે છે, વિનાશ પામે છે અને લુંટાય છે. આથી અરિહંત ભગવાન ધર્મરૂપ દંડ ગ્રહણ કરીને અનુકંપાથી તેનું રક્ષણ કરતા તેને જ્ઞાન, દર્શન ને ચારિત્રવાળા મોક્ષમાર્ગમાં પહોંચાડે છે. આથી તેઓ મહાગપ કહેવાય છે. તે બતાવનાર આ દશ્ય છે. (સાવ નિ૦ ૧૧, ૧૧૬, ૧૧).
મહામાહણ:
આગમપુરુષની જમણી બાજુએ દીવાલ ઉપર આલેખેલું બીજુ આ મહામાહણપણાનું તૈલચિત્ર છે. તેમાં અરિહંત ભગવંતને “મહામાહણુથી સંબેધ્યા છે. “હણવું એટલે હિંસા કરવી અને “મા” એટલે નહિ, “સાહણું” શબ્દનો અર્થ હિંસા ન કરવી એવો થાય. આથી જે હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરે તે માહણ' કહેવાય. પરંતુ અરિહંત મહારાજ પોતે મન, વચન ને કાયાથી હણવા, હણવવા ને હણનારની અનુમોદનાથી નિવતેલા છે. એટલું જ નહિ પણ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સ્થાવર અને બેઈન્દ્રિય આદિ દરેક જાતના જીવોની હિંસા વિગેરેના આરંભ કરવાવાળા તમામ જીવોને જણાવે છે કે કઈ પણ છવ મન, વચન ને કાયાથી હિંસા ન કરે, બીજા પાસે ન કરાવે, ને હિંસા