________________
૬૫
આધારભૂત. આચારાંગ વિગેરેની નિયુક્તિઓ સહિત ૪૫ આગમની આગમ-નમંજૂષા ગોઠવવામાં આવી છે.
આગમ-પુરુષ (દ્વાદશાંગ):જૈનાગમમાં ૧૨ અંગ મુખ્ય છે. તેને ગણિપિટક કહેવાય છે. જેમ પુરુષને અંગે હેય છે તેમ પ્રવચન એટલે દ્વાદશાંગી- તેને બાર અંગે છે. તેથી પ્રવચનને પુરુષરૂપે ગણી તેના બાર વિભાગમાં ૧૨ અંગેને સ્થાન અપાયું છે. ચૂર્ણિકાર શ્રીમાન જિનદાસગણીજી મહારાજ પ્રથમનાં બે અંગેને બે ચરણેના સ્થાને જણાવી યાવત બારમા અંગને મસ્તકના સ્થાને નંદીચૂર્ણમાં સંબંધે છે. આ રીતે આગમ-પુરુષની કલ્પના છે. આ વાત જણાવનારી તેમાંની ગાથા આ ચિત્રની મધ્યમાં અધ વર્તુલાકારે આપવામાં આવી છે, પૂર્વાચાર્યોએ ૧૨ અંગ સાથે ૧૨ ઉપાંગને સાધેલ સમન્વય અંગના અકેના ગળાકારમાં આપેલે રંગ જણાવે છે. બારમા અંગમાંથી છેદસૂત્રે નીકળેલાં છે, તેથી મસ્તકને ફરતાં ભામંડળ રૂપે ૬ દસૂત્રને સ્થાપન કરવામાં આવ્યાં છે. આ ભામંડળ ચકની માફક ફરતું છે, જૈનજીવનના પાયારૂપ મૂળસૂત્રે હોવાથી તેને મૂળ તરીકે ચરણથી નીચે સ્થાપન કર્યા છે. બે વ્યાખ્યા-ગ્રન્થ પીઠિકારૂપ હોવાથી તેને નાચે સ્થાપન કર્યા છે. ૧૦ પ્રકીર્ણ કાને અનુરૂપ જ તેની યેજના કરી છે. આ આગમ-પુરષ (દ્વાદશાંગ)માં આવેલા તમામ નામે સુવર્ણ અક્ષરનાં છે, આગમપુરૂષનેદ્વાદશાંગને-પ્રવચનપુરૂષને જણાવનાર શાસ્ત્રના પાઠે તેની બન્ને બાજુની દીવાલોમાં આપવામાં આવ્યાં છે.
આગમ-પુરુષનાં અંગ-ઉપાંગાની સમજૂતી पादयुगं जंघोरू गातदुवगं च देो य बाहूता । गीवा सिरं च पुरिसेो बारस अंगे। सुतविसिट्ठो ॥
(નંહીવૂf પૃ. ૪૭)