________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
આગમધરસૂરિ
પ્રકરણ પહેલું મહાપુરૂષનો બાલ્યકાળ
અનંત ઉપકારી તીર્થકર ભગવત ગણધર મહારાજાઓ આદિ મહાપુરૂષે જ્યાં થયા છે એવા દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યખંડમાં “ગુજરાત” નામને દેશ આવેલ છે, એ ગુણગિરૂઆ ગુજરાતમાં દેશની શાન વધારે તેવું એક નગર છે. મશહૂર કાપડના ઉદ્યોગના કારણે “કર્પટવાણિજય” તરીકે ઓળખાતું પરંતુ લેકજીભે “કપડવંજ' તરીકે સુવિખ્યાત બન્યું છે.
હે ભગવન ! તમે દેવતાને બોલાવ્યા નથી. તેમજ બીજાઓએ બોલાવ્યા નથી. પરંતુ તમારી સેવા કરવા માટે આવેલા છે. ખરેખર અહે-આશ્ચર્ય છે કે કેવી લકાનુભાવતા.