________________
અધિવેશન. પાલીતાણામાં ચાતુર્માસ અને આરાધકોને કરાવેલા
ઉપધાન તપની આરાધના. વિ. સં. ૧૯૯૨ પાલીતાણામાં વૈશાખ સુદ ૪ના દિને ઉપાધ્યાય શ્રી
માણિજ્યસાગરજી ગણી આદિ ચાર સુયોગ્ય મુનિવરોને આચાર્ય પદ અપણ, તે જ દિન આચાર્યપદે આરૂઢ થએલા આચાર્યદેવશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજીની સ્વપદે સ્થાપના. જામનગરમાં શ્રી લક્ષ્મી આશ્રમ અને શ્રી જૈનાનંદ જ્ઞાનમંદિરની સ્થાપના. જામનગરમાં ચાતુર્માસ અને શાસ્ત્રીય પરંપરા પ્રમાણે સંવત્સરી
પર્વનું શ્રીસંઘને કરાવેલું આરાધન. વિ. સં. ૧૯૯૪ જામનગરમાં દેવબાગ” ઉપાશ્રયનું નિર્માણ, શેઠ ચુનીલાલ
લક્ષ્મીચંદભાઈએ કરાવેલ ભવ્ય ઉદ્યાન અને ચાતુર્માસ. આયંબીલ શાળા અને ભોજનશાળાની સ્થાપના, શાસ્ત્રીય પરંપરા
પ્રમાણે સંવત્સરી પર્વનું શ્રીસંઘને કરાવેલું આરાધન. વિ. સં. ૧૯૯૪ પૂજ્યશ્રીના ઉપદેશથી સંધવી પોપટલાલ ધારશીભાઈ
તથા ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ એ શ્રી શત્રુંજય તથા ગીરનારજી વિગેરે તીર્થોને છરી પાળ સંધ, શ્રી સિદ્ધગિરિરાજની પવિત્ર તળેટીમાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરને આરંભ, થયેલ અને ખાતમુહૂર્ત પ્રસંગે પ્રથમ રૂ. ૨૫,૦૦૦ આપી સુરત નિવાસી છગનભાઈ ફુલચંદના સુપુત્ર શાંતિચંદે ૧૭,૦૦૦ નું દેરાસર તથા ૧૦,૦૦૦ નું આગમ નોંધાવેલ અને સંગેમરમરની શિલાઓમાં આગમને કંડારવાને પ્રારંભ. પાલીતાણામાં
ચાતુર્માસ, અને ઉપધાન તપનું કરાવેલું ભવ્ય આરાધન. વિ. સં. ૧૯૫ પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રાદ્ધવર્ય શ્રી મેહનલાલ છોટાલાલે
અમદાવાદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં કરાવેલું ભવ્ય અને સ્મરણીય ઉદ્યાપન, અમદાવાદમાં ચાર્તુમાસ, પાલીતાણામાં આવેલ શ્રમસુસંધ પુસ્તકસંગ્રહ’ નામક જ્ઞાનપરબની સ્થાપના.