________________
દીક્ષાની ભાવના
'
તેમાં આપુભાઇ ના પુણ્યસંચાગે પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી આગમાદ્વારક આચાર્ય દેવશ્રી આન ંદસાગરસૂરીશ્વરજી મહારાજ મુંબઈ પધાર્યાં. અને તેમના સમાગમથી સંસારસમુદ્રથી તારનારી એવી પ્રભુ મહાવીર પરમાત્માની અમૃતવાણી સાંભળવાનું થયું. પૂજ્યશ્રીની વાણી સાંભળીને અંતરાત્મામાલી ઊઠયો કે—બધા. મુનિભગવતે ધ્રુવા ભાગ્યશાળી છે કે—પૂજ્યશ્રીની નિશ્રામાં સ ંયમ—જ્ઞાન—ધ્યાનની આરાધના કરે છે. આ પ્રસગ જોઈને આ રસ્તે જવાની ભાવના થઈ કે સંસારમાં રહેવા છતાં પણ જીવન ત્યાગમય બનાવવું અને સ ંજોગ મળે તે એક પળને વિલ'બ કર્યાં વિના ચારિત્ર લેવું એમાં કલ્યાણ છે, અને કુટુંબમાં પણ જણાવેલ કે મારી ભાવના ઢીક્ષા લેવાની છે. ધમ મય કુટુંબ તે આવા કાર્યોંમાં ના તે નજ કહે પણ તેટલુ તે જરૂર કહ્યું કે ભાઈ! આ તે। તલવારની ધાર ઉપર ચાલવાનું છે. માટે ખુબ વિચાર કરીને આગળ પગલું ભરવું. આ વાતાવરણ ચાલતું હુંતું. તેમાં વિક્રમ સંવત ૧૯૯૯ માં પાલીતાણામાં પૂજ્ય આચાર્ય દેવેશશ્રીની શુભ