________________
શ્રી સુરતના સકલ જૈનસંધને વિનંતિ
અમેને જણાવતા આનંદ થાય છે કે- ક્ય અસાધારણ, અનંત સિદ્ધજીથી પુનિત શ્રી સિદ્ધક્ષેત્રમાં જેમ “ભગવાન શ્રી જીનેશ્વર પરમાત્માએ નિરૂપણ કરેલા અને સકલ લબ્ધિનિધાન શ્રી ગણધરદેવેએ ગુંથેલા આગમેની હયાતિ ટકાવવા, ચીરસ્થાયિપણું કરવા અને પરાવર્તનાદિથી બચાવવા” પીસ્તાલશેય આગમ શિલામાં ઉત્કીર્ણ કરી સ્થાપવામાં આવેલ છે, તેમ ઉપરના શુભ હેતુઓ પૂર્વક તામ્રપત્રમાં પણ આરૂઢ કરાવેલા પીસ્તાલીશે આગમ સ્થાપવા માટે અત્રે એક શ્રીવર્તમાન જેને તામ્રપત્રાગમમંદિર સ્થાપવાને પરમે પકારી પ્રાતઃસ્મરણીય-આગમદિવાકર ૫૦ પૂ. આગમોદ્ધારક આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીએ સદુપદેશ આપીને તેના આરંભથી અંત સુધીના કાર્ય માટે તેમજ વહીવટ ચલાવવા માટે એક સંસ્થા સ્થાપવાની આવશ્યકતા દર્શાવી હતી જેને અમોએ સહર્ષ સ્વીકાર કરીને વૈશાખ શુદ ૧૧ ને શનિવાર તા. ૧૧-૫-૪૬ ના રોજ બપોરના વિજય મુહુર્તે ૫૦ પૂ૦ આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં “ નાદાર કંથા' નામની સંસ્થા સ્થાપવાને શુભ નિર્ણય કરેલ છે તે તે પુણ્ય અવસરે શેઠ નેમુભાઈની વાડી (ગોપીપુરા, સુરત)માં શ્રી સંઘ, પધારી આભારી કરશે.
લિ સંઘના સેવકો
ઝવેરી શાંતિચંદ્ર ગનભાઈ ઝવેરી ઠાકોરભાઈ દયાચંદ મલજી