________________
આગમધરસૂરિ
જન્મકલ્યાણક આ જન્મ-કલ્યાણક ઉજવવાનો દિવસ આવ્ય, રાજભવન માનથી ઉભરાતું હતું સૌ રિથર બની આતુર નયને જન્મવિધિ જોવાની તમન્ના ધરાવતા હતા, ત્યાં પૂજય આગમ દ્વારકશ્રીએ મંચ્ચાર કર્યો અને ક્રિયાકારોએ સુવર્ણકુંભમાંથી ભગવંતને બહાર લીધા, એ વખતે જ્યવ નિથી આ રાજમહેલ શબ્દાત બની ગયે.
એટલામાં સૌ પ્રથમ છપ્પન દિશીમારી દેવીઓ જન્મત્સવનો લાભ લેવા આવી પહોંચી. આ છપ્પનકુમારીઓ માનવલોકના નરરત્નની પુત્રીઓ હતી. યૌવનના પગથારે આવીને ઉભી હતી. રૂપમાં રતી અને કંઠમાં કિન્નરી કમલનયના કન્યકાએ ઝાંઝરનો ઝમકાર કરતી પ્રભુ જન્મસવ કરવા આવી પહોંચી. ત્યારે પટાંગણને જનસમૂહ વિચારોમાં ગરકાવ થઈ ગયે. આ છપ્પન કુમારીકાઓ દેવલોકમાંથી આવી છે કે માનવકમાંથી ?
છપ્પન કુમારીકાઓએ કેળના ત્રણ ઘર કર્યા. સૂતિક શુચિકર્મ વિગેરે કરી સમુહબદ્ધ ગીતો ગાયા. ગરબા લીધા. નૃત્ય કર્યા. આ બધું પ્રેક્ષકવર્ગ એકધ્યાને જેતે હતો. - જ્યારે ભવ્યત્વ ભાવ અને જગતને ભાવ છવને વિષે અનુકૂળતાને પામે છે ત્યારે જ જિનેશ્વર ભગવાનના શાસનમાં શ્રેષ્ઠ બેધને પામીને નક્કી મેક્ષે જાય છે.