________________
૨૦૮
આગમધરસૂરિ
દરદૂરના સારા સંગીતકારો ભક્તિરસ જમાવવા આવી પહોંચ્યા હતા.
બીજા દિવસે માં દશદિક્ષાલપૂજન. નવગ્રહપૂજન, નંદાવર્ત પૂજન, અષ્ટમંગળપૂજન, અધિષ્ઠાયપૂજન આદિ વિધિવિધાને થવા લાગ્યા.
- ચ્યવન કલ્યાણક ચ્યવનાદિ કલ્યાણકની ઉજવણી માટે ચિનશુ મંડિત નાભિરાજાને રાજમહેલ બનાવવામાં આવ્યું હતું. એની રચના સુંદર રાજમહેલને ભૂલાવે તેવી હતી. આજે વનકલ્યાણક વિધિ હતી. તેથી આ માનવસર્જિત પટ–રાજમહેલની અંદર હજારો પક્ષકે આવી ચૂક્યા હતા.
ચિનાંશુ રાજમહેલની અંદર રેશમી ગાલીચાઓનું શયનભુવન હતું બધા પ્રેક્ષકોની નજર એ તરફ હતી. એમાં ઝાંખે અંધકાર હતે. નાના રત્નદીપકે આ છો પ્રકાશ વેરતા હતા. એ પ્રકાશમાં નીલમના પલંગ ઉપર પહેલી રાજરાણી દેખાતી હતી. એના નયને આછી નિદ્રાના ભારથી બીડાએલા કમળ જેવા જણાતા હતા. મીઠી નિદ્રાને દર્શાવતું મરક મરક હારય એના મુખ
અરિહંત ભગવાને જે તીર્થ સ્થાપ્યું છે તે તીર્થ સદબુદ્ધિવાળાઓને સંસારને ભેદવા માટે થાય છે.