________________
આગમધરસૂરિ
૨૦૭
બનાવવામાં આવી હતી. આ મહામંદિરના મૂળનાયક ભગવંત આદીશ્વર પરમાત્મા હતા. તેથી આ માનવસર્જિત પટમય નગરનું નામ અધ્યા રાખ્યું હતું.
આ નગરીની રચના અધ્યાની સ્મૃતિ કરાવે તેવી હતી. શ્રેણીબદ્ધ લધુ પટકુટીર હજારોની સંખ્યામાં હતી. વચ્ચે મોટી પટકુટીર હતી. છેડા વિશાળ તંબુઓ પણ બાંધ્યા હતા. ઉત્સવની ઉજવણી માટે મહાવિશાળ પટાંગણ ઉભા કરવામાં આવ્યું હતું.
મહાપટમંડપ ચિનાંશુવસ્ત્રોથી શોભતે હતે. ધજા, પતાકા, તોરણ, સુશોભનોથી એને રાજ્યમહેલના જે બનાવી દેવામાં આવ્યું. એમાં મેરૂપર્વત સમવસરણ વિગેરેની આબેહૂબ રચનાઓ હતી. શ્રીપાલ મહારાજા અને શ્રી મયણાસુંદરી મહારાણીના જીવનને દર્શાવતા ચિત્રફલકે ત્યાં જોવા મળતા હતા.
કુંભસ્થાપન મહા સુદ દશમ રવિવાર જળયાત્રાને વરઘોડે
મહા સુદ સોમવતી અગીયારસના મંગળદિને ઉત્સવનું મંગલાચરણ કુંભરથાપના દ્વારા થયું. સાથે અખંડદીપથાપન, જવારા પણ, વિજયસ્તંભ સ્થાપન વિધિઓ કરવામાં આવી. બપોરના પૂજાઓ. રાત્રે ભાવનાઓ થવા લાગી.
હે જિનેશ્વરભગવાન ! ભવના સમૂહથી તમારો ઉપકાર છે.