________________
'આગમધરસૂરિ
૧૮૧
સંમેલન ભરવાનું નક્કી કર્યું છે, તે આપ સૌ પૂને મુનિવરો સાથે અત્ર પધારવા વિનંતિ છે, આ લખાણમાં મુનિઓ ઉપર શ્રાવકસંઘની આજ્ઞા થઈ ગણાય, એમાં ઔચિત્ય ન લાગે તમને પણ આ બરાબર લાગે છે ?
આમંત્રણ પત્રિકામાં એમ લખવું જોઈએ કે-શ્રમણસંઘે મુનિસંમેલન ભરવાનો નિર્ણય કર્યો છે. તેથી અમે અમદાવાદના સંઘવતી વિનંતિ કરીએ છીએ. અમારા અમદાવાદના આંગણે આ૫ મુનિ સંમેલન ભરે.
નગરશેઠ ચકર અને દીર્ધદૃષ્ટિ સુશ્રાવક હતા. એટલે તરત જ સમજી ગયા, ખરડે સુધારવામાં આવ્યું આમંત્રણ પત્રિકા છાપવામાં આવી અને ગામેગામ પહોંચાડવામાં આવી.
- અમદાવાદનો આનંદ આ પત્રિકા વાંચી રાજનગરના શ્રીસંધને અપાર આનંદ થતો હતે. મુનિવરો વિહાર કરીને ધીરે ધીરે અમદાવાદ આવવા લાગ્યા. નિયત સમયે લગભગ ઘણા મુનિભગવંતે આવી ગયા.
પૂ. આગમ દ્વારકશ્રીજી પધારે, તે અગાઉ પૂ. આચાર્યદેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પધાર્યા
જગતમાં તમે જ એક શરણને આપનારા છે તે શરણને અથી હું તમારી પાસે આવ્યો છું તમારું વચન હે અરિહંત! જગતને ઉદ્ધાર કરવામાં સમર્થ છે. તે પણ મારો કેમ સંસારથી બેડે પાર ન થશે ?