________________
૧૨૬
આગમધરસૂરિ
સ્થિતિ અને સંયોગા જોતાં આચાર્ય પદ ગ્રહણ કરવું અનિવાય હતું. આચાર્ય થવું એટલે એક જવાબદારી અને જોખમદારી પૂર્ણ પદ પ્રતુણુ કરવું. શાÀાક્ત વિધિપ્રમાણે જો . એ પદ્મનું પાલન થાય તે તીર્થંકર નામકમાં બાંધી શકે અને બેવફા નિવડે તે એમને માટે નરકના દ્વાર ખુલ્લા બને.
સુરતના શ્રાવકાએ જાણ્યુ કે પૂજ્ય આગમાદ્વારકશ્રીજીને આપણા આંગણે આચાર્યપદ અર્પણ કરવાનેા વિધિ થવાના છે. તેથી આનંદના તર`ગ ઉમટ્યા, હષ ઘેલા હૈયા નાચી ઊઠ્યા.
સુરતના સંધમાં વિવેકશક્તિ હતી. બુદ્ધિમત્તા હતી. શાસનને શાભાવે તેવા કાર્યો કરવાની સૂઝ હતી. છતાં અશુભેાદયે સંધમાં કુસંપની નાની ચીનગારી હતી. ચીનગારી નાની ભલે ઢાય, પણ એનું આવનારૂં ખતરનાક પરિણામ નાનુ àાય તેવા નિયમ નથી. નાની શી ચીનગારી ભયંકર દાવાનલ પ્રગટાવી શકે છે, અને વિનાશનું તાંડવ સ શકે છે, આ ખ્યાલ પૂજ્ય આગમાદ્ધારકશ્રીજીને હતા, પૂજ્યશ્રીએ જણાવ્યું, સુરત સૂરિપદના ઉત્સવ ઉમંગે કરે અને હૈયામાં દ્વેષના હુતાશન સળગતા રહે એ કેમ ચાલે ?
ક્રિયા જેમાં હોય તેમાં ફળ હોય અને જે વચન છે તે ક્રિયાથી થએલુ છે. ફળને આશ્રયીને વિચાર કરીએ તો એ તમારા વચનનું ફળ મને આમાં ફળમાં નિમિત્તપણે પ્રાપ્ત થયું અર્થાત્ વચક્રયા તમારી અને ફળપ્રાપ્તિ મને આથી ઉપરોક્ત નિયમ નથી દેખાતા.