________________
આનું સંશોધન કાર્ય આગદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય–પટ્ટધર વિદ્યાવ્યાસંગી, સંગીતના અભ્યાસી, નિરભિમાની અને આત્માથી, સૌરાષ્ટ્રન્તર્ગત મૂલીનગરમાં ચાતુર્માસ રહી, સં. ૧૯૯૫ માં મૂળીનરેશ શ્રી હરિશ્ચંદ્રસિંહજી ને પ્રતિબંધ કરી અમારી-પટ વગાડવા પૂર્વક વિ. સં. ૧૯૯૬ માં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવનારા તથા આગદ્ધારકશ્રીની પુનિત જન્મભૂમિશ્રી કર્પટવાણિજ્ય (કપડવંજ) નગરમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવનારા તથા ગુરૂપૂર્તિ બિરાજમાન કરાવનારા, તથા વીસ તીર્થંકર પરમાત્માના નિર્વાણથી. પવિત્ર થએલા સમેતશિખરજી મહાતીર્થ માં અનેક જિનબિલ્બની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવનારા, (વિ. સં. ૨૦૧૭ મહા વદ ૭) તથા ૨૦ મા શ્રી મુનિસુવ્રત સ્વામીના ચાર કલ્યાણકેથી પવિત્ર થએલી અને શ્રમણભગવાન મહાવીર પરમાત્માએ જ્યાં ૧૪ ચાતુર્માસ કરી જ્યાંની પવિત્રતામાં અભિવૃદ્ધિ કરી છે, એવા પરમપુનિત રાજગૃહી તીર્થ માં નૂતન-જિનાલયમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની વિશાળકાય ભવ્ય જિનબિંબ વિગેરેની અંજનશલાકા પ્રતિષ્ઠા સં. ૨૦૧૭ ફાગણ વદ ૭ ના કરાવીને કલકત્તા શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી આગમ દ્વારકશ્રીના ઉપદેશથી બંધાએલ ૯૬, કેનીંગ સ્ટ્રીટના જૈન શે. મૂળ ગુરુ તક ઉપાશ્રયે વિશાળ સમુદાય સાથે ચાતુર્માસ પૂર્ણ કરી. બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વિગેરે તીર્થભૂમિની સ્પર્શના કરી સં. ૨૦૧૮ માં મહારાષ્ટ્રાન્તર્ગત હિંગનઘાટમાં શ્રીમાન શેઠ બંસીલાલજી કચરની આગ્રહભરી વિનતિનો સ્વીકાર કરી સં. ૨૦૧૯ માં જિનબિંબની પ્રતિષ્ઠા અને ઉદ્યાપન મહોત્સવ કરાવનારા અનેક ચાતુર્માસમાં આગમો તથા પૌઢ ગ્રંથની પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને વાચના આપનારા, પૂર્વાચાર્યોના તેત્રે, સવાશતક-પત્તવૃત્તિ બાલાવબેધ સહ, ગુરૂતત્વપ્રદીપ, ઔષ્ટ્રિકમસૂત્રપ્રદીપિકા વિગેરે અદ્વિતીય ગ્રંથનું તથા આગમોદ્ધારકશ્રી વિરચિત વિદગ્ય ન્યાયાવતારવૃત્તિ,