________________
૧૧૦
આગમધરસૂરિ
એના જડબામાં ભલંભલા જ્ઞાનીએ શમાઇ ગયા. વાચનાએ બંધ થઇ, સ્વાધ્યાય ગયા, ગુરૂગમ બધ બન્યો. યાદ કરેલું તે ભૂલાવા લાગ્યું. નવા જ્ઞાનની તેા વાત કર્યાં ? આત્મરક્ષા કાજે જે તે પ્રદેશોમાં સાધુએ નિકળી પડ્યા, દુષ્કાળના ભીષણ અટ્ટહાસ્યે બધુ વેરણ છેરણ બનાવી ીધું. પુનઃ પાંગર્યુ
બાર વર્ષના અંતે મેધરાજા પધાર્યાં, પૃથ્વી શસ્યશ્યાલા બની, ધીરે ધીરે અન્નપૂર્ણા બની, લેકા ઠરીને ઠામ થયા, જે મુનિએ બચ્યા તે ભેગા મળ્યા. ત્યાં ઉત્તરભૂમિના મુનિએ મથુરામાં મળ્યા. ત્યાં વાચનાચાર્ય શ્રી સ્કંદિલાચાર્ય હતા, એ માધુરી વાચના કહેવાયી.
દક્ષિણના મુનિ સૌરાષ્ટ્રના વલ્લભી ગામે મળ્યા. ત્યાં વાચનાચાર્ય શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ હતા એ વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધિ પામી, બધાને યાદ હતુ' તે મેળવ્યું, જ્યાં ભેદ થતા ત્યાં “ધ્રુવલી ગમ્ય” કહી ભે—પાઠ પણ રજી કર્યાં, પુનઃ ભૂલી ન જવાય અને દુષ્કાળમાં આટલું પણ ભૂંસાઇ ન જાય માટે આગમાને તે વખતે પુસ્તકારૂઢ કર્યાં. વાચનાએ પલ્લવિત બની.
હા ! જગતમાં જૈનશાસન ન હેાત તા મારી શી ગતિ હોત ? કારણ કે- ભવસમુદ્રથી પાર ઉતારવામાં તે સમ નાવ સમાન છે.