________________
આગમધરસૂરિ
૧૦૩
આવી ચળવળની ઝુંબેશનું સુકાનીપદ પૂ આગમ દ્વારકશ્રી સાગરજી મહારાજે વીકાયું.
સિંહ ગર્જના પરમ પવિત્ર શિખરજી તીર્થની પવિત્રતા જળવાઈ રહે તે માટે એક વિશાળ સભાનું આયોજન રાખવામાં આવ્યું, પૂઆગમ દ્વારકશ્રીએ એ સભામાં જુરસભરી વાણીમાં અપૂર્વ પ્રવચન કર્યું હતું, પ્રવચનમાં મુખ્ય વાત હતી તીર્થરક્ષા.
પુણ્યવાને ! આજે આપણે માટે એક કટોકટીને પ્રશ્ન ઉભો થા છે, આપણું જૈનત્વ કેટલું છે. ? એમાં ચૈતન્ય છે કે નહિ? એને ખ્યાલ હવે આવશે. એની કસેટી હવે થશે.
તમને બધાને ખ્યાલ હશે કે “યૂરોપીયને કેઈપણ ધર્મની અંદર ડખલ નહિ કરે એવી રાજસત્તાએ નીતિ જાહેર કરી છે. મહારાણી વિકટારીયાએ પણ એ ઢઢેરો બહાર પાડ્યો છે. છતાં એ મુસદી પ્રજા શ્રી શિખરજી પર્વત ઉપર આવાસ બાંધવાની મુરાદ ધરાવે છે. એ વિષયની જાહેરાત પણ થઈ ચૂકી છે.
અહિં તમારા સર્વ કથિત ધર્મમાં શુદ્ધતત્વ પ્રાપ્ત કરીને હું પૃથ્વીઆદિ પકાયને માનું છું. અને તેઓને વિષે વિબાધા-પીડાને હું વજું છું. ટકાયવર્જનશ્મી શુદ્ધતત્વ ન હેત તે સંસારમાં મારું શું થાત? અર્થાત ષયવર્જન એજ શુદ્ધતત્વ છે.