________________
તથા વિક્રમસંવત્ ૨૦૦૪ ના મહા સુદ-૩ શુક્રવારે શ્રી વમાન જૈન તામ્રપત્રાગમમદિરમાં બીરાજમાન ૧૨ પ્રતિમાજી આદિની પ્રતિષ્ઠા કરાવનાર અને સુરત. શેઠ મંછુભાઇ દીપચંદની ધર્મશાળામાં વિક્રમ સંવત્ ૨૦૦૫ ના ચાતુર્માસમાં પોતાના અતસમય જાણી અંતિમ આરાધના માટે આરાધના–મા” નામના ગ્રંથની રચના કરનારા, વિક્રમ સંવત્ ૨૦૦૬ ના વૈશાખ સુદ ૫ થી પંદર દિવસ અનશન સ્વીકારવા પુર્વક અ પદ્માસને મૌન અવસ્થામાં રહી તેમાં જ વિક્રમ સંવત્ ૨૦૦૬ ના વૈશાખ વદ-૫ શનિવાર સ્ટા॰ ટા૦ ૬ કુ. ૩૨ મિ. અમૃતને ચેઘડીએ પોતાના અનન્ય-પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજના વમુખે ચતુર્વિધ સધની હાજરીમાં નમસ્કાર-મહામંત્રનું સ્મરણ કરતા કરતા નિર્વાણ પામ્યા.
પૂ. ગુરુદેવશ્રીના બાલદીક્ષિત શિષ્ય મુનિ શ્રી અરુણાયસાગરજી મ. એ વિ. સ. ૧૯૯૧ ના માગસર સુદ ૧૪ દિને દીક્ષા લીધી ત્યારથી પૂજ્યશ્રીની જીવનપર્યંત અનુમેદનીય સેવા કરી છે.
પૂજ્ય ગુરૂદેવશ્રી તેા ચાલ્યા ગયા પણુ આપણા માટે તેઓશ્રીની સ્મૃતિ માટે સુરત શહેરની અંદર ગેપીપુરામાં શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિર છે. તેની સામે જ સરકારી સ્પેશીઅલ પરવાનગી લઇ તે શ્રી આગમાદ્વારક-સસ્થાની પોતાની જગ્યામાં ૫૦ પૂ॰ આગમેહારક ગુરૂદેવશ્રીના અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે, અને તેજ જગ્યા ઉપર રૂા. ૮૮૦૦૦ ના ચૈ બંધાવાએલ સભ્ય ગુરૂમંદિરમાં ૫૦ પૂ॰ ધ્યાનસ્થ ગુરૂદેવશ્રીની પ્રતિમા ખીરાજમાન કરવામાં આવેલ છે. પ્રતિષ્ઠા ૧૦૦૦૦ ની માનવમેદની વચ્ચે વિક્રમ સંવત ૨૦૦૭ ના મહા સુદ ૩ શુક્રવારના રાજ તેઓશ્રીના અનન્ય-પટ્ટધર જેમાશ્રીની આજ્ઞામાં અત્યારે લગભગ ૪૦ સાધુ-સાધ્વી જ્ઞાન-ધ્યાન તપસ્યા આદિની આરાધના કરી રહેલ છે તે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી માણિક્રયસાગરસુરીશ્વરજી મહારાજ પાસે કરાવેલ છે.