________________
૩. ઉદેપુર–કેશરી બાજીમાં વિજાદંડ મુળનાયકજીના મંદિર ઉપર
ચઢાવ્યું અને તપાગચ્છીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકનું જ આ તીર્થ છે, તે સાબિત કર્યું.
તીર્ણોદ્ધાર કરાવ્યા ૧. માંડવગઢ મહાતીર્થ ૨. પાવર મહાતીર્થ, માલવપ્રદેશમાં ધર્મને પ્રચાર અને ઘણું જ જનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા.
પૂજયશ્રીએ રાજાને પણ પ્રતિબોધ્યા હતા. ૧. માલવપ્રદેશમાં શૈલાનાનરેશ દિલીપસિંહજી મહારાજાને પ્રતિબધ કરી જીવદયાના પડદે વગડાવ્યા અને બીજા બે રાજાઓ (સમેલીઆ અને પંચેડના) ને પણ પ્રતિબંધ કરેલ તેમજ જૈનશાસન ઉપર થતા સ્વ અને પરના આક્રમણને હરહંમેશ પ્રથમ પ્રતિકાર કરતા હતા. આ રીતે તેમનું આખું જીવન જૈનશાસનની સેવામાં જ વ્યતીત થએલું છે.
વળી પાણીતાણામાં ૨૫૦૦ લગભગ પ્રતિમાની અંજનશલાકા મહત્સવ થએલ તેમાં ૪૦૦૦૦ માણસની હાજરી અને મહામંગલકારી ઉત્સવના ૧૩ દિવસમાં પાણુતાણામાં કેઈનું ય મૃત્યુ થયું નથી મસાણ (સ્મશાન) બંધ. આજ શાસનને મહાન પ્રભાવ આ બધું બનવું પૂર્વભવની મહાન પૂણ્યાઈ હેય તે જ બને ખરેખર આ તેઓશ્રીના પુણ્ય જ બન્યું છે.
આવી છવન પર્યત આગમસાહિત્ય, સંધસેવા, તીર્થસેવા અને શાસનમાં અનેક ધાર્મિક પ્રસંગે–ઉદ્યાપન, ઉપધાન, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવનાર અને અંતસમયે પંચમકાલમાં અદ્વિતીય અંતિમ આરાધના કરનાર, પૂજ્યપાદ, આગમવાચનાદાતા. આગમપુરૂષના ઉપદેશક યુગપ્રધાનસદશ વિક્રમ સંવત ૧૯૯૯ ના મહા વદ ૨ આગમમંદિરમાં બીરાજમાન પ્રતિમાજી આદિની અંજનશલાકા અને મહા વદ ૫ ના પ્રતિષ્ઠા પાલીતાણામાં