________________
આગમધરસૂરિ
૭૫ પરદેશના સન્માન્ય પુરૂષે પધાર્યા, ધજા, તેરણ, કમાન, પતાકા, વયંતિ વિગેરેથી બજાર, પિળ, શણગારવામાં આવી આસોપાલવના તોરણ બંધાયા, મતી-અક્ષતના ચિક પૂરાયા, રજવાડામાં કુમારને રાજ્યાભિષેક થતું હોય તે દબદબા ભર્યો એ મહત્સવ ઉજવાયો.
અમદાવાદ ધન્ય બન્યું, અમદાવાદને જૈન સંધ ધન્ય બન્ય, ઇતિહાસકારોએ આ વર્ષને ઐતિહાસિક ગયું અને સુવર્ણાક્ષરે લખ્યું, વિક્રમ સંવત ૧૯૬૦ અને શ્રી વીર નિર્વાણ સંવત ૨૪૩૦.
વિહાર
પન્યાસ પ્રવર શ્રી આનંદસાગરજી ગણીન્દ્ર ચતુર્માસ પૂર્ણ કરી સાધુમર્યાદા પ્રમાણે વિહાર કર્યો, અમદાવાદની પ્રજાને વિહારના સમાચારે ગમગીન બનાવી દીધા. પિતાને અત્યંત નિકટને રવજન જતો હેય તેવું લાગ્યું. વળાવવા આવેલાની આંખમાંથી ચોધાર આંસુઓની ધારા વરસતી હતી. એ આંસુઓની ધારા કહેતી હતી. કે અમને નેંધારા કરી ક્યાં જાઓ છો ? અમને હવે કોનો આધાર ?
કર્મનક જીવોને કેમ-શા માટે નચાવે છે? પિતાની તૃષ્ટિ-આનંદ માટે નચાવે છે. એમ કહે છે તે કર્મનત્તક ચૈતન્યવાન નથી. પરંતુ કર્મધીન બની છવો જ નાચ કરનારા છે. આથી જ સંસારમાં જે સુખી નથી. અને તેમાં કરેલું બધું નાટ્ય-નાટક નિષ્કલતાને ધારણ કરે છે.