________________
૩૩
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું પતિઓ છતાં ખેંચ્ચા સભામાં ચિર, સતી દ્રૌપદી તણું, પુરૂષે તણા અવિચારથી, સંકટ સહ્યા સતીએ પઘણું. કુર્ચક થયે મુનિ મસ્તકે, કાણું કાઢતાં મુનિવર તણું, અતિ અધમ આળ ચડાવીયું, કરીને સહજનું સે ગણું; વિષ બાણને વરસાવતા, જુલમી થયા સર્વે જણ, પુરૂષ તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં. ૬ એમ જ અનેક સ્થળે સતીજન, પુરૂષના અવિચારથી, અતિ કષ્ટ સહી પરિચય કરાવ્યું, શીયલના શણગારથી, આવા ઘણા એ સંત શિષ્ય, દુખદ દષ્ટાંત સુણ્યા; પુરૂષ તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં. ૭
તે હે ભાઈઓ? કારણ વિનાને સ્ત્રીઓ પ્રત્યેનો તિરસ્કાર છેડી દ્યો, અને આજથી એમ નક્કી કરો કે સ્ત્રી જાતને તમારાથી પણ વધારે જ્ઞાન મેળવવા માટે ભણાવવાની જરૂર જ છે. ભણાવશે, સુસંસ્કારી કરશે, તે જ તમે કંઈક ઉંચી પાયરીએ આવશે, જ્ઞાન એ મનુષ્યના હૃદયમાં કેવા પલટા કરાવે છે ? અને દુઃખના સમયમાં કેવી રીતે શાંતિ આપે છે? તે આ જ્ઞાન મહિમા વાંચવાથી જણાશે. (રાગ –આજ આનંદ અપાર, ભવિકા ! આજ આનંદ અપાર) જ્ઞાન અખૂટ ભંડાર, અમારે જ્ઞાન અખૂટ ભંડાર ખાધે ન છૂટે ચેર ન લૂટે, આપે સરસ વિચાર. અમારે૧ ખરચે ખરચે ખૂબ વધે છે, આપે છે કીતિ અપાર, દેશ વિદેશે સ્થાન અપાવે, અપાવે માન અપાર. અમારો ૨