________________
૩૨
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું પુના અવિચાર અને સતીઓના સંકટો.
- હરિગીત. ન વિચાર્યું કંઈ મૂરખ સાસરે સુંદરીનું શું થશેઆ ગર્ભવતી હદ બહાર કરતાં કઈ સ્થિતિમાં કયાં જશે? સતી સુંદરી મલયા તણું માથે ન રહી દુઃખની મણું, પુરૂષ તણું અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણાં. ૧ જે પૂર્ણ સ્નેહનું પાત્ર નળનાં નયન દમયંતી હતી, નળ રાજ્ય હારી વન જતાં એ સ્વામી સાથે રહી સતી; નિષ્ફર નળને નારી તજતાં ઘોર વન ના વી ધુણા, પુરૂષે તણું અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણું. ૨ જોયું ન સત્યા સત્ય જેનું પીયર કે શ્વશુરાલયે, નિર્દય થયા ઘર બહાર કરતાં અંજના ગર્ભિણી થયે; અન્યાય કરીને અંજના પર રેડવ્યા ગિરિ દુઃખ તણ, પુરૂષ તણું અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણાં. ૩ સતી કાજ મહા યુદ્ધ કરી રામે હજારેને હણ્યા, તે ગર્ભિણી વનવાસ કરતાં ગુણ સતીના ના ગણ્યા; ત્યાં ખ્યાલ બાંધી શુદ્ર વચને રામ ભયદ હુકમે ભણ્યા, પુરૂષ તણા અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણું. ૪ રમતાં જુગારે રાજ્ય સ્ત્રી હય ગજ બધું હારી ગયા, અતિ દુષ્ટ દુર્યોધન તણે સતી દ્રૌપદી કબજે થયા;