________________
૩૨૦
૫૭ જેની આંખને રંગ હુ રંગવાળે હોય તે મિત્રને વધારે
કરનાર હોય છે. ૫૮ તેવી હુ રંગવાળી આંખ જે સ્ત્રીની હોય તે તે નાજુક
હોય. પ્યાર બતાવનારી હેય. બીજાની મરજી સાચવનારી હેય. તથા દુઃખેને માટે દિલસેજ તેમ જ પિતાને ગુણ રહિત માનનારી તથા પોતાના પતિને પરમેશ્વર તુલ્ય માનનારી અને સ્ત્રી જાતિના તમામ ગુણ કમળતા તે
સ્ત્રીને વિષે હોય છે. ૫૯ જેની આંખ બદામી રંગની હોય તે તે શત્રુને વધારનારી
હેય છે. ને બીલાડીને વિષે જેટલા ગુણ હોય છે તેટલા
ગુણે તેવી આંખવાળી સ્ત્રી ને વિષે હેાય છે. ૬૦ જે સ્ત્રીની આંખ બદામી રંગની હોય તે તે અદેખી,
નિર્દય અને વિશેષ કરીને બિલાડીને વિષે જેટલા ગુણે હોય છે તેટલા ગુણે તેવી આંખવાળી સ્ત્રીને વિષે
હોય છે. • ૬૧ જે પુરૂષની આંખ બદામી હોય તે તે વહેમ, અંદગી
સુધી બીનપરવાઈવાળો, બીજાના દુઃખની બેદરકારીવાળે, શૂરવીર, હિમ્મતવાન અને ડામાડેળ ચિત્તવાળે થાય છે.
પરંતુ મિત્રના કામમાં તત્પર રહેનારો હોય છે. ૬૨ જેની આંખ રાખના રંગવાળી હોય તે સ્વભાવને ઠંડા
પણ સાચે દિલસેજ બતાવનાર હોય છે. અને તેને વિષે કવિપણાના ગુણે પણ હોય છે. જેની આંખે લીલા રંગની હોય છે તે માણસ હલા, લુચ્ચા અને ઘાતકી હોય છે.