________________
૨૯૪
તે તે બની શકશે. મકાન બનાવવા અને જમીન ખરીદવાને તમારો ઈરાદે ફતેહમંદ થશે. તમને જમીનથી લાભ છે. પરદેશની મુસાફરીએ જવું પડશે અને ત્યાં ફાયદો હાંસલ કરશે, દેવ, ગુરૂ અને ધર્મની સેવા કરવાથી સારાં કાર્યો પાર પડશે.
૨૧૩. દુઃખના દિવસે હવે દૂર થયા છે. સુખના દિવસો શરૂ થયા છે. ઘણાં દિવસથી કષ્ટ ઉઠાવી રહ્યા છે. પરદેશ વે પરંતુ સુખને આરે ન આવ્યું પણ હવે આરામ ભેગવવાના દિવસે પ્રાપ્ત થયા છે. આબરૂ વધશે. સંતાનોનું સુખ થશે. આટલા દિવસે મિત્ર અને કુટુંબીઓથી સંકટ વેઠયું. જ્યાં સુધી બન્યું ત્યાં સુધી બીજાઓનું ભલું કર્યું પરંતુ તેઓએ ગુણ ન માન્ય શત્રુઓ પગલે પગલે તૈયાર જ રહે છે. પરંતુ તેઓનું કંઈ ચાલતું નથી કારણ કે તમારું નસીબ બળવાન છે. પાસે ધન થોડું છે પણ આબરૂ સારી છે. તેથી જેટલું મેળવવા ધારે તેટલું મેળવી શકશે. સ્તદારે તરફથી જેવું જોઈએ તેવું સુખ નથી. ઈજજત આબરૂ માટે ઘણું ખર્ચ કરે છે. તમારું ધર્મભવન સુધરેલું છે માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખે.
૨૧૧. તમે હૃદયમાં જે કાર્ય ચિંતવ્યું છે તે સફળ થનાર નથી માટે તે સિવાય બીજુ કામ કરે. દેવ, ગુરૂ, ધર્મની સેવા કરો, તીર્થોની યાત્રા કરે જેથી અંતરાય–પાપ દૂર થાય અને પૂણ્યને લાભ થાય. એક વખત તમને અચાનક નુકશાન થયું છે, દુશમન લેકે તમોને હરક્ત કરે છે, પણ તમારૂં પ્રારબ્ધ બળવાન હોવાથી તેઓનું જોર ચાલતું નથી.
૩૩૩. આટલા દિવસ નિધન અવસ્થામાં વ્યતીત કર્યા પણ હવે ધન પ્રાપ્ત થશે અને મનની ધારણા ફલીભૂત થશે.