________________
૧૦
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૨ જું તેટલામાં મહેમાન સહિત પિતાના પતિને આવતા જોઈ હાથ જોડી વિનય સાચવી તે મહારાણીને આદર સત્કાર આપી ઘરમાં લઈ જઈ આસન નાખી બેસાડયા. કુશલ વાર્તા પૂછયા બાદ પિતાના પતિના મુખથી તે મહારાષ્ટ્રની સર્વ બીના શેઠાણીએ જાણી. પરોપકાર કરવાને સમય મળે સમજી અત્યંત ખુશી થઈ.
હવે શેઠે તે બંનેનું ઉત્તમ રીતે રક્ષણ કરવા અને તેઓના. મનને કઈ રીતે ઓછું ન લાગે તેમ વર્તવા શેઠાણીને ભલામણ કરી. શેઠાણી પણ સમજુ, સદગુણ અને ધર્મનિષ્ઠ હોવાથી ઘણું જ પ્રીતિ વડે તેઓની પિતાની બનતી સેવા કરવા લાગી. કહ્યું છે કે
सानन्द सदन सुतास्तु सुधियः कान्ता न दुर्भाषिणी, स्वेच्छापूर्ण धन स्वयोषिति रतिः स्वाज्ञापरा सेवकाः । आतिथ्य प्रणुपुजन प्रतिदिन मिष्ठान्नपान गृहे, साधुसङ्गविलोकनेन सतत धन्यो गृहस्थाश्रमः ॥१॥
ભાવાર્થ-આનંદવાળુ, ઘેર બુદ્ધિશાળી પુત્રો, મૃદુભાષિણી સ્ત્રી, ઈચ્છા પૂર્ણ ધન, પિતાની પ્રિયામાં જ પ્રીતિ, આજ્ઞાધીન સેવક, અતિથિને સેવા, પ્રભુપૂજન, હંમેશાં ઘેર ઉત્તમ ભજન, અને દરરોજ સાધુ દર્શન (સત્સંગ) વડે જેના દિવસો પસાર થાય છે, તે જ ગૃહસ્થાશ્રમને ધન્ય છે.
આવાજ પ્રકારના જીવનવાળા તે શેઠ-શેઠાણી બને તરફથી ઘરની અંદર મરજી મુજબ દાન પુણ્ય કરવાની છૂટ આપી, અને. ભંડારની ચાવી પણ મહારાણીને સુપ્રત કરી. હવે પ્રકુલ્લિત. મનવાળી તે મહાસતી સુભદ્રા જાણે પિતાને જ રાજમહેલ હાય. નહિ ! તેમ પુત્ર સહિત આનંદથી ત્યાં રહેવા લાગી.