________________
mmmm
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૨ જુ
હવે તે મહારાણી શ્રેષ્ઠીના આવા આગ્રડું ભર્યા વચને -સાંભળી વિચારવા લાગી કે “આ મહાન પુરુષને ઘેર રહેતાં ધર્મની આરાધના, બ્રાચાર્યનું રક્ષણ અને પુત્રનું પાલન સુખેથી થશે.” એમ નિશ્ચય કરી તે મહાસતી સુભદ્રા, શ્રેષ્ઠીના ઘેર જવા તૈયાર થઈ, શ્રીદત્ત શેઠ પુત્ર સહિત તે સતીને ઘણા માનપૂર્વક પિતાના ઘેર લઈ ગયો. વાચકવૃંદ તે શેઠની પત્ની કેવી છે? તે જાણવા આતુર રહેતી હશે, સાથે સાથે જણાવી દઉં છું કે સુજ્ઞ શિરોમણિ તે શ્રેષ્ઠીને રૂપ વડે દેવાંગના સરખી, શીયળરૂપી આભુષણથી શેભતી, ધર્મકરણીમાં પતિને સહાય કરનારી, ધર્મનાં રહસ્યોને જાણનારી અને ચંદ્ર સરખા મુખવાળી કમળા નામની સ્ત્રી છે કહ્યું છે કે
मानुष्य वरवशजन्म विभयो दीर्धायुरारोग्यता, सन्मित्र सुसुतः सती प्रियतमा भक्तिश्च परमेश्वरे विद्वत्त्व च सुजनत्वमिन्द्रिधजयः सत्पात्रदाने रतिस्ते पुण्येन बिना त्रयोदश गुणाः स'सारिणां दुर्ल भाः ॥१॥
ભાવાથ-“મનુષ્યપણું, ઉત્તમ વંશમાં જન્મ, વૈભવ, -લાંબુ આયુષ્ય, રોગ રહિતપણું, શ્રેષ્ઠ મિત્ર, સુપુત્ર, સતી સ્ત્રી અને વીતરાગ દેવમાં ભક્તિ, વિદ્વાન પણું, સૌજન્ય, પાંચ ઈટ્રિયેનું જીતવું, સુપાત્રે દાન દેવામાં પ્રીતિ, એ તેર ગુણે પુણ્ય વિના સંસારીઓને મળવા દુર્લભ છે.”
ભાગ્યશાળી આત્માઓને સર્વે અનુકૂળ જ સાંપડે છે. પુણ્યશાળી તે શ્રેષ્ઠીને આવા જ પ્રકારનાં સુખે સાંપડેલા હતાં. હવે તે કમળ -શેઠાણ પતિદેવની રાહ જોતી બારણાં સામે નજર કરી ઊભી છે,