________________
૨૫૬
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, વડિલેને માથે દુઃખ આવે, ડાબા પગની ઘુંટી ઉપર પડે તે પિતાના વડિલેને સુખી દેખે, પગની આંગળી ઉપર પડે તે સાસુ મરે. પગના તળીયા ઉપર પડે તે દૂર મુસાફરી કરવાનું થાય સાધારણ રીતે ધોળી ગળી સારી અને કાળી અનિષ્ટ સમજવી..
વરોદય
સ્વદય એટલે નાસિકામાંથી વહેતો વાયુ. તે ત્રણ પ્રકારને હોય છે. જમણી નાસિકામાંથી વાયુ વહેતું હોય તેને સૂર્યનાડી કહેવામાં આવે છે. ડાબી નાસિકામાંથી વહેતો હોય તેને ચંદ્રનાડી. કહેવામાં આવે છે. અને બને નાસિકામાંથી સરખી રીતે વહેતે હોય તો તે સુષુમણું કહેવાય છે. હવે પરદેશ કે ગામ-ગમતરે જવું હોય તે જે નાસિકામાંથી વાયુ વહેતું હોય તે તરફને. પ્રથમ પગ ઉપાડી આગળ મુકીને ચાલવું. તેવી જ રીતે ગામમાં પ્રવેશ કરતી વખતે જે નાડી ચાલતી હોય તે તરફને પગ પ્રથમ મુક. આથી બધા વિદને શાંત થઈ જાય છે. જય મેળવવાના કાર્યમાં સૂર્યનાડી પ્રભાવશાળી ગણાય છે, પણ વિવાદ વખતે શત્રુને જમણી બાજુએ અથવા પિતાની પીઠ પાછળ રાખવે.
સ્થિર કામને વિષે ચંદ્રનાડી વહેતી હોય તે વખત સારે ગણાય. ઉતાવળના કામમાં સૂર્યનાડી સારી છે. સુષુમણા નાડી ચાલતી હોય તે વખતે કાંઈ કામ કરવું નહિ, માત્ર ધર્મ ધ્યાન કરવાથી સારો લાભ થાય. કેઈ એકદમ આવી આપણી પાસે ઉભું રહી સવાલ પૂછે કે-“મારૂં અમુક કાર્ય સિદ્ધ થશે કે