________________
જ્યોતિષ વિભાગ
૨૧૯ સોમવારે આવે તે બધી વસ્તુ સરખા ભાવે રહે અને લેકે. સુખી થાય. શુકવારે આવે તે અનાજના વ્યાપારમાં લાભ સારો થાય.
મહા માસમાં કુંભ સંક્રાંતિ રવિવારે આવે તે રાજાઓમાં લડાઈ થાય, સમ બુધ કે ગુરૂવારે આવે તે અનાજ મેંધ વેચાય, પણ બીજે મહિને મધ સાકર વિગેરે રસકસના વેપારમાં લાભ થાય, શુક્રવારે હોય તે સરખા ભાવ રહે શનિવારે હેય. તો રાજાઓમાં લડાઈ થાય, તેમાં શૂરા યોદ્ધાઓને નાશ થાય.
અષાઢ માસમાં પુનમે સોમવારે હય, પૂર્વ દિશાને પવન વાય, દિવસે રાતાં વાદળાં રહે, અને રાત્રે આદ્ર બેસે. મૃગશીર તથા કૃતિકા નક્ષત્ર ઉપર સૂર્ય હેય અને છાંટા. થાય તે ચોમાસામાં વરસાદ થાય. દુકાળ જેવા માટે વરસનાં ચિહનની સમજ
મહા માસમાં ટાઢ ન પડે અને આદ્રન વરસે તે. દુકાળનું ચિહ્ન સમજવું, તેમ જ મંગળ સૂર્યની આગળ ચાલે તે વરસાદ થાય નહીં, પણ પાછળ હોય તે સારે. વરસાદ થાય.
ગ્રહના યોગથી વરસાદને યોગ–
બુધ ગુરૂ એક જ રાશિમાં હોય તે વરસાદ સારો થાય, ચંદ્ર ગુરૂ શુક એ ત્રણ ગ્રહ એક રાશિમાં હોય તે દરેક ઠેકાણે સારો વરસાદ થાય, ગુરૂ શુક એ બે ગ્રહ એક રાશિમાં હોય તે વરસાદ ઘણે થાય, પણ કઈ દેશમાં યુદ્ધનો સંભવ રહે.