________________
જતિષ વિભાગ
૨૧૭ અને લેકેને પીડા તથા છત્ર ભંગ થાય. શુક્રવારે આવે તે ધાન્ય અને ખેતી બગડે, શનિવારે આવે તે મોંઘવારી થાય, તથા પ્રચંડ વાયુ વાય.
ભાદરવા માસમાં કન્યા સંક્રાંતિ-સમ,મંગળ કે શનિવારે આવે તો લેકે દુઃખી થાય, અને અનાજ મોંઘું થાય. બુધવારે આવે તે લેકે દુઃખી થાય, પણ અનાજ સસ્તુ થાય, રવિ ગુરૂ કે શુક્રવારે આવે તે ઘઉં જાર અડદ ચણા વિગેરે સારાં થાય.
આસો માસમાં તુલા સંક્રાંતિ–રવિ કે મંગળવારે આવે તો લોકેને ભય, તથા બીજો રાજા લશ્કર લઈ દેશ ઉપર યુદ્ધ કરવા આવે.
ફાગણ માસમાં મીન સંક્રાંતિ-રવિ મંગળ કે શનિવારે હેય તો મેતી, મીણ, પરવાળાં, કપાસ, રૂ, ઘી વિગેરે રસકસ મેંઘા થાય. સોમ બુધ કે શુક્રવારે આવે તે સુકાળ, અને ગુરૂવારે આવે તે લેકેમાં પીડા થાય.
વરસાદમાં આવતા ચાર સ્તંભોની સમજ - ચૈત્ર સુદ પડવાને દિવસે રેવતી નક્ષત્ર હોય તે પાણીને
સ્તંભ, વૈશાખ સુદ પડવાને દિવસે ભરણી નક્ષત્ર હોય તે ઘાસને તંભ, જેઠ શુદિ પડવાને દિવસે મૃગશીર નક્ષત્ર હોય તો વાયુને સ્તંભ અને અષાઢ શુદિ પડવાને દિવસે પુનર્વસુ નક્ષત્ર હોય તે અનાજને તંભ જાણો. વરસમાં જેમ વધારે સ્તંભ હેય તેમ સારૂ જાણવું..
સંવત ઉપરથી શુભાશુભ ફલ– વિક્રમ સંવતને ત્રણે ગુણ પાંચ ઉમેરીને સાતથી ભાંગવા.