________________
જોતિષ વિભાગ
૧ સારી લેણ-દેણી સારી લેણ-દેણું બે પ્રકારની છે. ૧ દશ અને ચાર રાશીવાળી, ૨ અગીયાર અને ત્રણ રાશીવાળી. તેની સમજ નીચે પ્રમાણે–
જયંતીશ્રી નામે ગુરૂની મકર રાશીથી લલિતાશ્રી નામે શિષ્યાની મેષ રાશી સુધી ગણતાં ચાર થાય છે, અને લલિતાશ્રીની મેષ રાશીથી જયંતીશ્રીની મકર રાશી સુધી ગણતાં દશ થાય છે. હવે દશ–ચાર રાશીવાળી લેણાદેણું સારી કહેવાય છે તેવી જ રીતે વરખ અને કુંભને, મિથુન અને મીનને, કર્મ અને મેષને સિંહ અને વૃષભને, કન્યા અને મિથુનને, તુલા અને કર્કને વૃશ્ચિક અને સિંહને, ધન અને કન્યાને. મકર અને તુલાને, કુંભ અને વૃશ્ચિકને તથા મન અને ધન રાશીવાળાને દશ-ચાર રાશીવાળી લેણ-દેણ સારી જાણવી.
હવે અગીયાર અને ત્રણ રાશીવાળી લેણ-દેણ પણ સારી કહેવાય છે. જેમકે મેષ અને મિથુનને, વૃષભ અને કર્કને, મિથુન અને સિંહને, કર્ક અને કન્યાને, સિંહ અને તુલાને, કન્યા અને વૃશ્ચિકને તુલા અને ધનને, વૃશ્ચિક અને મકરને, ધન અને કુંભને, મકર અને મીનને, કુંભ સાથે મેષને તથા મીન રાશીવાળા સાથે વરખ રાશીવાળને અગીયાર-ત્રણવાળી રાશી ગણાય છે, અને તે સારી કહેવાય છે.
૨ સામી પ્રીત જોવાની સમજ એકની રાશિથી બીજાની રાશી સુધી ગણતાં સાત થાય ૧૪