________________
૧૮૦
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, દિક્ષા, ગૃહ અને અન્ય વ્રત આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના બને ગેમાં અશુભ ગ ન હોવો જોઈએ. સ્થિર યોગ
ગુરૂવારે કે શનિવારે એથ, આઠમ, નેમ, તેરસ, કે ચૌદસ હેય; અને કૃતિકા આદ્ર, અશ્લેષા, ઉ. ફાલ્ગની; સ્વાતી; જયેષ્ટા, ઉ. ષાઢા, શતભિષા, કે રેવતી નક્ષત્રમાંથી કેઈ પણ નક્ષત્ર હોય તે રિથર (સ્થવિરોગ થાય છે. આ યોગ રોગાદિકને નાશ કરવામાં શુભ છે. દગ્ધ યોગ
રવિ-ભરણ, સેમ-ચિત્રા, મંગળ-ઉ. ષાઢા, બુધધનિષ્ઠા, ગુરૂ-ઉ. ફા; શુક્ર – જયેષ્ઠા અને શનિવારે – રેવતી. નક્ષત્ર આવતાં દિગ્ધ વેગ થાય છે તે અશુભ છે. મૃત્યુ યોગ
- રવિ અને મંગળવારે ૧-૬-૧૧, સેમ અને શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩-૮-૧૩, ગુરૂવારે ૪–૯–૧૪ અને શનિવારે ૫-૧૦-૧૫ તીથી હેય તો મૃત્યુ યોગ થાય છે, આ ચાગ અશુભ છે. યમઘંટ યોગ
રવિવારે મઘા, સોમવારે વિશાખા, મંગળવારે આદ્ર, બુધવારે મૂળ, ગુરૂવારે કૃતિકા, શુકવારે રોહિણી, અને શનિવારે - હસ્ત નક્ષત્ર હોય તે યમઘંટ યોગ થાય છે તે જન્મ, પ્રયાણ, લગ્ન પ્રતિષ્ઠામાં અશુભ છે.