________________
- શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ પાંચમું ૧૫૩ પુષ્કળ દાયજા લેવાની લાલસા જાગી હોય અને કાં તો ખૂબસુરત લલના મેળવવા લલચાયો હોય, તેથી નિર્દોષ પત્નીના ખૂન કરતાં હોય છે. આ વીસમી સદીના સ્વછંદી શ્રીમંતના નબિરાઓએ આ ત્રણમાંથી કઈ પણ કારણે કરેલા ખૂનને ૧૬૭૭૭૭૫ને આંકડે આજ સુધીમાં બહાર આવ્યું છે. જો કે એથી એ વધારે આંકડે હશે. પણ કેટલાક ખૂન તો અદ્ધર જ ઉડી ગયેલા હોય છે. સહજ રીતે કોઈ સાથે વાત કરી તે તેના શિયળ માટે શંકાશીલ બની, તેનું ખૂન કરી નાખવામાં આવે છે. છરી ભેંકાવી મારી નાખવી, ઘાસલેટ છાંટી દીવાસળી ચાંપી દેવી. તેમાં સાસુ કે નણંદને સાથ તો હોય જ. આવી જાતનાં ખૂન વગરનું ભાગ્યે જ કોઈ ગામ કેરૂં રહ્યું હશે છાપામાં આવે કે ફલાણાએ ફલાણીનું ખૂન કર્યું તે વાંચી જાણે બીજાને શુરાતન ચડતું હોય તેની હરીફાઈમાં ઉતરતો હોય તેમ બીજા દિવસે પેપરમાં બીજા બે ખૂનની વાત આવી જ હોય. એ છાપા વાંચનારાઓથી અજાણ્યું તે નથી જ. હે આર્યપુત્ર ! જરા તો વિચારો. આવા કાળા કર્મો શું તમને છોડી દેશે ? કદી જ નહી છેડે. આ સંબંધે લખતાં હાથ કાપે છે, હૈયું ધ્રુજે છે. બિચારી નિર્દોષ અબળાઓના ખૂનથી આ ભારતભૂમિને રંગી એવા નરાધમે સુખી થવાના કેડ સેવતાં શું નહી શરમાતા હોય?
આજે આવા કર્મો દુનિયામાં ચાલી રહ્યાં છે તે સમાજ સારી રીતે જાણે છે. તેથી વધારે લખવાની જરૂર નથી. બંધુઓ? આવા અધમ કૃત્યથી અટકે. સર્વને સુખી થવાને જીવવા દો.
સતયુગની સીતાને તે બધા જાણે છે, પણ આ કળીયુગની સીતાને પણ ઓળખવાની જરૂર છે. ૧૯૬રના જુલાઈ માસની