________________
૧૪૪
ભવ બંધન, પ્રકરણ બીજુ પણ વધ્યા. વાહ-વાહ થવા લાગી. કનકસેને પોતાના કુટુંબને ત્યાં બેલાવી લીધું. ઘર ભર્યું ભર્યું કિર્લોલ કરતું થઈ ગયું.
બધી વાતે સુખી હતાં પ્રગુણી સુંદરીએ એક પણ નેકર કે ચાકર ન રાખે. બધું કામ હાથે જ કરતી. કારણ કે તે સમજતી હતી કે હાથની રઈમાં ભારોભાર સનેહની સરિતા ભરી હોય. પતિ ભક્તિની છોળો ઉછળતી હોય. એમાં જ લાગણી અને પ્રેમ-રસના ઝરા વહેતા હોય. તેમાંના એક અંશને ભાગ પણ રઈઆના હાથે બનાવેલી રસવતીઓમાં કયાંયે શો પણ ન મળે. હાથની રઈ પિતાના હાથે જ પતિ-પુત્રને જમાડવામાં તેણી સાચી તંદુરસ્તી અને સુખ સમજતી હતી.
આ વાત આજના સુખશીલીયા જમાનાના માનવીઓમાં સદંતર ભૂલાઈ ગઈ છે. એના જ પ્રતાપે ડેકટર ને દવા, વિનાનું એકે ઘર જોવા મળતું નથી. કામ ન થાય ને ચેવડા ચટણી વિના ના ચાલે. દૂધને બદલે ચા-દેવીની પૂજા થાય. સવારમાં ઉઠતાં જ પુરૂષ વર્ગ માં કાળા કરે અને સ્ત્રી વગ હાથ કાળા કરે. પાણી વિના પથારી બહાર પગ પણ ન મૂકાય. શરીરની સ્થિતિ જુઓ તે જાણે છ મહીનાને મંદવાડ. મન મેળા ના તનમાં તેજી, ઘડી ઘડીમાં ઊઠે બીજી બૈરી છોકરાંને છણકો કરે, ઘણી પણ ધકે સામે ધરે. ૧ સવાર સાજ લગી ચાલે આમ, ફૂટી દમડીનું ન થાય કામ; સામસામી આંખે તાણે, ખાંતિશ્રી તે કયાંથી સુખ માણે. ૨ ખાવામાં ફેશન, બેલવામાં ફેશન, ચાલવામાં ફેશન જેર; પહેરવામાં ફેશન, લખવામાં ફેશન, ફેશન ફેશન ચારે કેર. ૩૬