________________
-ભવ બંધન, પ્રકરણ બીજું
૧૪૩ કડવીબાઈ ધૂહૂક્યા, “એ કાલકા! ડાકણ! મારી સામે બોલતાં -શરમાતી નથી? તું કયા જાય છે ને શું કરે છે તે હું બધું જાણું છું. તું મારી આંખમાં ધૂળ નાખવા માગે છે? પણ હું તારા કાળજાને કેરી ખાઉં તેવી છું તેની તને ખબર નહિ હિય! ખબરદાર જે એક અક્ષર પણ સામે બેલી છે તે ? તારી
જીભ જ ખેંચી કાઢીશ. અધૂરામાં પૂરું કરવા તેની નણંદ ટોમી માતાજીનું ઉપરાણું લેતી ત્યાં દોડી આવી ને બોલી “ભાભી ! સાસુની સામે બેલતા શરમાતા નથી ? જરા શરમ રાખે શરમ ! મારા ભાઈએ બહુ મેઢે ચડાવી દીધી છે તે અહીં નહી ચાલે, સમજ્યા ને ?” આમ ને આમ કંઈ ને કંઈ બહાનું કાઢી સાસુ કંકાસ વધારવા લાગી. છતાં પ્રગુણા સુંદરી પૃથ્વીની જેમ મૌનપણે બધું જ સહી લેતી. જાણે કોઈ જ બન્યું નથી તેમ આનંદથી રહેવા લાગી. રેજ આમ જ ચાલ્યા કરે છતાં સાસુ કે નણંદની ફરિયાદ પતિના કાને કદી પણ પોંચાડતી નહીં અને હું પણ કેઈદિ ચડાવતી નહિ. સુખમાં દુઃખમાં સમવૃત્તિ છે જેની, સજે સગુણ શણગાર; “મધુર વચન છે મુખમાં જેને, ધન્ય પ્રગુણા સુનાર, ૧
આમ પાંચ પાંચ વરસના વહાણા વહી ગયા. કંકાસથી ધંધામાં જરા પણ બરક્ત ન આવી. દરેક કામ હાથે કરવા છતાં પરાણે પુરૂ થાય તેથી પ્રગુણા સુંદરી નિત્ય પતિને ભાગ્ય અજમાવવા પરદેશ જવાની પ્રેરણા આપતી હતી. રજની પત્નીની પ્રેરણાથી ઉત્સાહિત બની, કનકસેન ધન કમાવવા પરદેશ જવા તૈયાર થયા. પ્રેમાળ પત્ની અને બે વરસને પુત્ર મૂકી વિદેશે જઈ વસ્યું. ત્યાં તેણે રૂને વેપાર કર્યો. ભાગ્ય ખુલ્યાં. પાંચ વરસમાં રૂપીઆ પચાસ હજાર કમાયે અને ચત્નીને આભાર માનવા લાગ્યા. પૈસા વધ્યા એટલે મિત્રો